તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૭ ગુરૂવાર
News of Saturday, 10th January 2026
નરેન્દ્રભાઈ મોદીની મુલાકાતઃ શહેરી વહીવટીતંત્ર અને સફાઈ કર્મચારીઓ સોમનાથની
સ્વચ્છતામાં આપી રહ્યા છે અતુલ્ય યોગદાન : વિવિધ નગરપાલિકા વિસ્તારોના ૧૦૦૦થી વધુ સફાઈ કર્મચારીઓ સોમનાથમાં કરી રહ્યા છે સ્વચ્છતાનું ભગીરથ કાર્યઃ આધુનિક મિકેનાઈઝ્ડ સ્વીપિંગ મશીનો દ્વારા મુખ્ય માર્ગોની સઘન સફાઈઃ સ્વચ્છ અને પવિત્ર વાતાવરણમાં ઊજવાશે સોમનાથ સ્વાભિમાન પર્વ ૨૦૨૬

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૧૦: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ૧૦ અને ૧૧ જાન્યુઆરી દરમિયાન સોમનાથની મુલાકાત લેવાના છે. વડાપ્રધાનશ્રીની અધ્યક્ષતામાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા સોમનાથ ખાતે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ ૨૦૨૬'નું આયોજન કરવામાં આવ્યું છે, જેના થકી સમગ્ર સોમનાથ ભક્તિમય અને શિવમય બન્યું છે. આ ભક્તિમય ઉત્સવમાં સોમનાથને સ્વચ્છ અને પવિત્ર બનાવવા માટે શહેરનું વહીવટીતંત્ર અને અનેક સફાઇ કર્મચારીઓ પોતાનું અતુલ્ય યોગદાન આપી રહ્યા છે.
સોમનાથ મહાદેવના સાંન્નિધ્યમાં જે ભક્તિનો માહોલ જામ્યો છે, તેને સ્વચ્છતાના માધ્યમથી વધુ મનમોહક બનાવવામાં શહેરી વહીવટીતંત્ર અને સફાઈ કામદારોએ પાયાની ભૂમિકા ભજવી છે. વિવિધ નગરપાલિકાઓના સંકલન દ્વારા સ્વચ્છતાનું એક ભગીરથ કાર્ય અહીં સાકાર થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સોમનાથ શહેરને સ્વચ્છ બનાવવા માટે માનવબળનું એક વિશાળ ગઠબંધન રચાયું છે. સફાઈકાર્ય માટે વેરાવળ નગરપાલિકાના ૩૦૦થી વધુ તેમજ અમદાવાદ, જૂનાગઢ, ભાવનગર અને અન્ય નગરપાલિકા વિસ્તારોના ૭૦૦થી વધુ મળીને કુલ ૧૦૦૦થી વધુ સફાઈ કર્મયોગીઓ અહીં ખડેપગે સેવા આપી રહ્યા છે. છેલ્લા ૫ દિવસથી દિવસ-રાત જોયા વગર આ સફાઈકર્મીઓ સોમનાથ અને વેરાવળને સ્વચ્છ રાખવા માટે સતત પરસેવો પાડી રહ્યા છે.(૬.૭)
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
