News of Saturday, 10th January 2026
૧૦ બેઠકવાળી ગાડીઃ ચડી ગયા ૧૦૦ લોકો
બાંસવાડાની આ ખતરનાક સવારીથી લોકો ચોંક્યાઃ ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી : બાળકો-વડિલો-મહિલાઓએ જીવ જોખમમાં મૂકી કરી મુસાફરી

જયપુર,તા.૧૦: રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ટ્રાફિક નિયમોના સરેઆમ ઉલ્લંઘનનો એક કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે, માત્ર ૧૦ લોકોની ક્ષમતા ધરાવતી એક જીપમાં આશરે ૯૦થી ૧૦૦ જેટલા મુસાફરોને ઘેટા-બકરાની જેમ ભરવામાં આવ્યા છે. આ જીપ રાજસ્થાનથી ગુજરાત તરફ જઈ રહી હતી, ત્યારે કોઈએ તેનો વીડિયો ઉતારી લીધો હતો.
વીડિયોમાં જીપની હાલત એવી છે કે, અંદર મુસાફરો એટલી હદે ખીચોખીચ ભરેલા છે કે ડ્રાઈવર પણ માંડ દેખાઈ રહ્યો છે. જીપની છત, બોનેટ અને પાછળના ભાગે નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધો જીવના જોખમે લટકી રહ્યા છે. મજબૂરી હોય કે બેદરકારી, પણ આ પ્રકારની મુસાફરી કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી રહી હોય તેવું સ્પષ્ટ જણાય છે.
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે રાજસ્થાન અને ગુજરાત પોલીસની કામગીરી પર આકરા પ્રહારો કર્યા છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, આટલી મોટી સંખ્યામાં લોકો ભરેલી ગાડી પર ચેકપોસ્ટ કે પોલીસની નજર કેમ ન પડી? માર્ગ સલામતીના કાયદાઓ માત્ર કાગળ પર જ હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે.
ઘટનાની ગંભીરતાને જોતા ઝવ્બ્ પંકજ શર્માએ તાત્કાલિક ફલાઈંગ ટીમ રવાના કરી છે અને તપાસના આદેશ આપ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આગામી સમયમાં ટ્રાફિક મોનિટરિંગ વધારી દેવામાં આવશે. આવી જોખમી મુસાફરી રોકવા માટે વહીવટીતંત્ર અને નાગરિકો બંનેએ જાગૃત થવાની જરૂર છે.
(11:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
