News of Saturday, 10th January 2026
કાર્યસ્થળ પર પત્નીનું અપમાન-ચારિત્ર્યહનન ગંભીર માનસિક ક્રૂરતા
કોલકાતા હાઇકોર્ટનો એક મોટો ચુકાદો.. કામ કરતી મહિલાઓની તરફેણમાં કોર્ટના મહત્વપૂર્ણ અવલોકનો

કોલકતા, તા.૧૦: કોલકાતા હાઇકોર્ટે વૈવાહિક વિવાદના કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પતિ તેની પત્નીને તેના કાર્યસ્થળ પર બદનામ કરે છે, તેના ચારિત્ર્ય પર સવાલ ઉઠાવે છે અને સાથીદારોની સામે તેણી સાથે દુર્વ્યવહાર કરે છે તે માનસિક ક્રૂરતા છે. આ ક્રૂરતા લગ્નના અંત તરફ દોરી શકે છે. ન્યાયાધીશ સબ્યસાચી ભટ્ટાચાર્ય અને સુપ્રતિમ ભટ્ટાચાર્યની બેન્ચે ફેમિલી કોર્ટના નિર્ણય સામે પત્નીની છૂટાછેડાની અરજી મંજૂર કરી. બેન્ચે જણાવ્યું હતું કે કાર્યસ્થળ પર પત્નીને બદનામ કરવાનો પ્રયાસ માનસિક ક્રૂરતાનું સૌથી ગંભીર સ્વરૂપ છે.
વ્યાવસાયિક ગૌરવ એ વ્યક્તિની ઓળખનો આવશ્યક ભાગ છે. જાહેરમાં અપમાન, ચારિત્ર્યહનન અને જીવનસાથી દ્વારા વ્યાવસાયિક બદનામી એ વ્યક્તિના ગૌરવ અને માનસિક શાંતિ પર સીધો હુમલો છે. વ્યાવસાયિક વાતાવરણમાં જીવનસાથીને અપમાનિત કરવાની માનસિક અસર ખૂબ જ ઊંડી હોય છે. તેને નાના વૈવાહિક વિવાદ તરીકે નકારી શકાય નહીં.
કર્ણાટક હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે દહેજ ઉત્પીડનના કેસોમાં પડોશીઓને મનસ્વી રીતે આરોપી બનાવી શકાતા નથી. કોર્ટે વૈવાહિક વિવાદના કેસમાં બેંગલુરુની એક મહિલા સામેની ફોજદારી કાર્યવાહી રદ કરી હતી.
જસ્ટિસ એમ. નાગ-સન્નાએ જણાવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૯૮ખ્ હેઠળ, કોઈ અજાણી વ્યક્તિને પતિ, પત્ની અથવા તેમના પરિવારના સભ્યો વચ્ચેના ગુનાઓમાં ફસાવી શકાતી નથી. ફરિયાદીએ પતિ અને તેના પરિવારના સભ્યો પર મહિલાના પાડોશીને ઉત્પીડન કરાવવાનો આરોપ લગાવ્યો હતો.
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
