News of Saturday, 10th January 2026
૫૪૯ ટ્રેનોની સ્પીડ વધારી, ૧૨૨ નવી ટ્રેન શરૂઃ મુસાફરોનો સમય બચશે
ઈંડિયન રેલવેનો મોટો નિર્ણય

નવી દિલ્હી તા.૧૦: ભારતીય રેલવેએ નવું ટાઈમ ટેબલ ટ્રેન્સ એટ એ ગ્લાંસ (TAG) ૨૦૨૬ લાગુ કરી મુસાફરોને મોટી રાહત આપી દીધી છે. નવા ટાઈમ ટેબલ અંતર્ગત દેશભરમાં ૫૪૯ ટ્રેનોની સ્પીડ વધારી દીધી છે, જેને લાંબા ગાળાની યાત્રા પહેલા ઝડપી અને સમય પર પહોંચી શકશે. સાથે જ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ૧૨૨ નવી ટ્રેનો શરૂ કરી છે. ૫૬ ટ્રેનોની યાત્રાનું અંતર વધારવામાં આવ્યું છે. ૮ ટ્રેનોની ફ્રીક્વન્સી વધારી છે અને ૧૦ ટ્રેનોને સુપરફાસ્ટ કેટેગરીમાં અપગ્રેડ કરી દેવામાં આવી છે.
આ વખતે સૌથી વધારે ફેરફાર દક્ષિણ-પヘમિ રેલવે ઝોનમાં થયા છે. જ્યાં ૧૧૭ ટ્રેનોની સ્પીડ વધારી દીધી છે. ત્યાર બાદ ઉત્તર પヘમિ રેલવેમાં ૮૯, પヘમિ રેલવેમાં ૮૦ અને દક્ષિણ રેલવેમાં ૭૫ ટ્રેનોની સ્પીડ વધારી છે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ફેરફારથી રોજ લાખો નિયમિત મુસાફર, નોકરી-ધંધાવાળા લોકો અને વિદ્યાર્થીઓને ડાયરેક્ટ ફાયદો થશે. કેમ કે તેમને હવે ઓછા સમયમાં મંજિલ સુધી પહોંચવામાં મદદ મળશે.
સ્પીડ વધવાથી કેટલો સમય બચશે, તેનું વિવરણ પણ જાહેર કરવામાં આવ્યું છે. ૩૭૬ ટ્રેનો હવે પોતાના ગંતવ્ય સુધી ૫થી ૧૫ મિનિટ વહેલા પહોંચશે. ૧૦૫ ટ્રેનોમાં ૧૬થી ૩૦ મિનિટ સુધીનો સમય બચશે. ૪૮ ટ્રેનોમાં યાત્રીઓને ૩૧થી ૫૯ મિનિટ સુધીનો સમય બચશે. જ્યારે ૨૦ ટ્રેનો એવી છે, જે પહેલાની તુલનાએ ૧ કલાક અથવા તેનાથી વધારે પહેલા પહોંચશે. એટલે કે કેટલાય રૂટ પર મુસાફરોને સારો એવો સમય બચી જશે.
નવી શરૂ થયેલી ૧૨૨ ટ્રેનોમાં મુસાફરોની અલગ અલગ જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા કેટલીય શ્રેણીની સેવાઓ સામેલ કરી છે. તેમાં ૨૮ વંદે ભારત એક્સપ્રેસ (સેમી હાઈ સ્પીડ), ૨૬ અમૃત ભારત એક્સપ્રેસ, ૬૦ મેલ/એક્સપ્રેસ ટ્રેનો, ૨ હમસફર, ૨ જન શતાબ્દી, ૨ રાજધાની અને ૨ નમો ભારત રેપિડ રેલ સેવાઓ સામેલ છે. આ ટ્રેનો દ્વારા નાના અને મધ્યમ શહેરોની કનેક્ટિવિટી સારી થશે અને યાત્રા વધારે આરામદાયક બની શકશે.
રેલ મંત્રાલયે જણાવ્યું છે કે નવું ટાઈમ ટેબલનો ઉદ્દેશ્ય મુસાફરોની સુવિધા વધારવાનો, ટ્રેનોની પંક્ચુઆલિટીમાં સુધારો કરવાનો અને સમગ્ર યાત્રા અનુભવને સારો બનાવવાનો છે. ટ્રેન્સ એટ એ ગ્લાંસ ૨૦૨૬ ૧ જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ થઈ ચૂક્યું છે. રેલવેએ મુસાફરોને અપીલ કરી છે કે તેઓ ટિકિટ બુક કરતા પહેલા આઈઆરસીટીસી એપ, સત્તાવાર વેબસાઈટ અને નજીકના રેલવે પૂછપરછ કેન્દ્ર પર પોતાની ટ્રેનનો નવો સમય જરૂરથી ચેક કરી લે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધાથી બચી શકાય.(૩૮.૧૪)
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
