News of Saturday, 10th January 2026
હરિયાણામાં હચમચાવતી ઘટના: માતા ગુંડાઓ સામે હાથ જોડીને કરગરતી રહી, રડતી રહી: માતાની નજર સામે જ પુત્રની કરપીણ હત્યા, ૩૫ મિનિટ સુધી હેવાનિયત ચાલુ રહી

હરિયાણાના સોનીપત જિલ્લાના મલ્હા માજરા ગામમાં કાળજું કંપાવી દેતી ઘટના સામે આવી છે. અહીં એક માતાની નજર સામે જ તેના યુવાન પુત્રની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી હતી. બુધવારની કડકડતી ઠંડીમાં રાત્રે કેટલાક બદમાશો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ૩૫ મિનિટ સુધી પુત્રને ઢોર માર મારીને રિબાવી રિબાવીને મારી નાખ્યો હતો.
મૃતકની માતા ગુંડાઓ સામે હાથ જોડીને કરગરતી રહી, રડતી રહી અને પુત્રનો જીવ બક્ષી દેવા આજીજી કરતી રહી, પરંતુ હત્યારાઓનું દિલ પીગળ્યું નહીં. તેઓ સતત યુવક પર હુમલો કરતા રહ્યા અને છેવટે તેને મોતને ઘાટ ઉતારીને જ ફરાર થયા હતા.
આ દરમિયાન ગામમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે જૂની અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોઈ શકે છે. આ ક્રૂર ઘટનાને કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને લોકો હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
(9:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
