<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th January 2026

આયાતુલ્લાહ ખામૈની સામે લોકોનો આક્રોશ ચરમસીમાએ: ઈરાનમાં ભીષણ વિરોધ પ્રદર્શન ચાલુ: સરકાર દ્વારા જીપીએસ સિગ્નલ જામ કરી દેવાયા

ટેકનોલોજીનો ઉપયોગ કરીને આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ, છતાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઉતરી આવ્યા: શાસન સામે ખૂલ્લો પડકાર

તહેરાન: ઈરાનમાં હાલમાં સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખામૈની સામે લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. દેશભરમાં સરકાર વિરોધી દેખાવો ઉગ્ર બની રહ્યા છે. પ્રદર્શનકારીઓ એકઠા ન થઈ શકે અને એકબીજા સાથે સંપર્ક ન કરી શકે તે હેતુથી ઈરાની સરકારે કથિત રીતે જીપીએસ સિગ્નલ જામ કરી દીધા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકાર આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કરી રહી છે, છતાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઉતરી આવ્યા છે અને શાસન સામે પડકાર ફેંકી રહ્યા છે.

(9:50 AM IST)