News of Saturday, 10th January 2026
ઈરાન: તેહરાન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું: છેલ્લા ૧૩ દિવસથી ચાલી રહેલા હિંસક દેખાવોમાં વિરોધ પક્ષ અને યુવા વર્ગ દ્વારા નિર્વાસિત ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવીને સત્તા સોંપવાની માંગ પણ જોર પકડી રહી છે
૨૬ બેંકો, ૨ હોસ્પિટલો અને ૨૫ મસ્જિદોને નુકસાન, ફાયર બ્રિગેડની ૪૮ ગાડીઓ તોડી નાખવામાં આવી: તેહરાનના મેયર અલીરેઝા જકાની

ઈરાનમાં ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ રાજધાની તેહરાનથી વિરોધ પ્રદર્શનોની શરૂઆત થઈ હતી, જે હવે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
* ૭ જાન્યુઆરી, ૨૦૨૬: પ્રદર્શનકારીઓએ સુરક્ષા દળો પર હુમલા કર્યા અને ઈરાનશહરમાં એક પોલીસ કમાન્ડરની હત્યા કરવામાં આવી.
* પ્રદર્શનો દરમિયાન હિંસા ચરમસીમાએ છે. સિસ્તાન અને બલુચિસ્તાન પ્રાંતમાં એક અજ્ઞાત હુમલાખોરે ચાલુ ગાડીમાંથી ફાયરિંગ કરીને એકબીજા પોલીસકર્મીની હત્યા કરી હતી. વીડિયોમાં માત્ર બંદૂકનો ભાગ દેખાયો હતો અને ગોળી વાગ્યા બાદ પોલીસની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. બે દિવસમાં આ બીજા પોલીસ અધિકારીની હત્યા હતી.
* ૮ જાન્યુઆરી, ૨૦૨૬: પ્રદર્શનો ૧૦૦ થી વધુ શહેરોમાં ફેલાઈ ગયા હતા. સરકારે ઇન્ટરનેટ અને ફોન સેવાઓ બંધ કરી દીધી હતી. મૃત્યુઆંક વધવા લાગ્યો
* ૯ જાન્યુઆરી, ૨૦૨૬: સ્થિતિ કાબૂ બહાર જતાં તેહરાન એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.
*૨૬ બેંકો, ૨ હોસ્પિટલો અને ૨૫ મસ્જિદોને નુકસાન, ફાયર બ્રિગેડની ૪૮ ગાડીઓ તોડી નાખવામાં આવી*
* તેહરાનના મેયર અલીરેઝા જકાનીએ નુકસાનની વિગતો આપતા જણાવ્યું હતું કે દેખાવકારોએ આર્થિક માળખાને નિશાન બનાવ્યું છે. જેમાં ૨૬ બેંકો, ૨ હોસ્પિટલો અને ૨૫ મસ્જિદોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડની ૪૮ ગાડીઓ તોડી નાખવામાં આવી છે, જેનાથી આપાતકાલીન સેવાઓ પર અસર પડી છે.
ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવીની વાપસીની માંગ
ઈરાનમાં ૧૯૭૯ ની ઇસ્લામિક ક્રાંતિ બાદ દેશ છોડી ગયેલા શાહના પુત્ર, ૬૫ વર્ષીય ક્રાઉન પ્રિન્સ રઝા પહેલવીને સત્તા સોંપવાની માંગ ઉઠી રહી છે.
* જેન-ઝીનો સપોર્ટ: ઈરાનનો યુવા વર્ગ અને 'જેન-ઝી' માને છે કે પહેલવીની વાપસીથી દેશને આર્થિક સ્થિરતા, વૈશ્વિક સ્વીકાર્યતા અને વ્યક્તિગત આઝાદી મળી શકે છે.
* પહેલવીનો પક્ષ: અમેરિકામાં નિર્વાસિત જીવન જીવતા રઝા પહેલવી ઈરાનને એક સેક્યુલર (ધર્મનિરપેક્ષ) લોકતાંત્રિક દેશ બનાવવા માંગે છે.
આર્થિક કારણો: તેલ પર નિર્ભરતા અને વ્યાપાર ખાધ
આ વિદ્રોહના મૂળમાં ઈરાનની કથળેલી અર્થવ્યવસ્થા છે.
* વર્ષ ૨૦૨૪ માં ઈરાનની કુલ નિકાસ ૨૨.૧૮ બિલિયન ડોલર હતી, જ્યારે આયાત ૩૪.૬૫ બિલિયન ડોલર રહી હતી, જેના કારણે ૧૨.૪૭ બિલિયન ડોલરની વ્યાપાર ખાધ સર્જાઈ હતી.
* વર્ષ ૨૦૨૫ માં તેલ નિકાસમાં ઘટાડો અને પ્રતિબંધોને કારણે આ ખાધ વધીને ૧૫ બિલિયન ડોલર થઈ ગઈ છે.
* ઈરાન તેની ૯૦% તેલ નિકાસ ચીનને કરે છે.
* વર્ષ ૨૦૨૫ માં દેશનો જીડીપી (GDP) વિકાસ દર માત્ર ૦.૩% રહેવાનું અનુમાન છે.
(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
