<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

રાજસ્‍થાનમાં વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સ સક્રિયઃ ગુજરાતમાં કાતિલ ઠંડીનો રાઉન્‍ડ

જયપુર-ઉદયપુરમાં માવઠાની આગાહીઃ આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન રાજસ્‍થાનના અનેક જિલ્‍લાઓમાં વાતાવરણમાં પલટો આવશે

જયપુરઃ ઉત્તર ભારતમાં સક્રિય થયેલા વેસ્‍ટર્ન ડિસ્‍ટર્બન્‍સની અસર હવે રાજસ્‍થાનના હવામાન પર જોવા મળી રહી છે. હવામાન વિભાગ અને ખાનગી વેધર એજન્‍સીઓના જણાવ્‍યા અનુસાર, આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન રાજ્‍યના અનેક જિલ્‍લાઓમાં વાતાવરણમાં પલટો આવશે.

ક્‍યાં વરસાદની શક્‍યતા?: ખાસ કરીને જયપુર, અલવર, ભરતપુર, ધોલપુર, કરોલી, ટોંક અને સવાઈ માધોપુરમાં હળવો વરસાદ અને બુંદાસૂંદી થવાની શક્‍યતા છે. આ વિસ્‍તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

 વાદળછાયું વાતાવરણઃ કોટા, બુંદી, બારા, ઝાલાવાડ અને ઉદયપુરમાં પણ ગાઢ વાદળો છવાયેલા રહેશે, જોકે અહીં ભારે વરસાદની શક્‍યતા નહિવત છે.

અન્‍ય સંભાગોની સ્‍થિતિઃ જોધપુર અને બિકાનેર સંભાગમાં હળવા વાદળો જોવા મળી શકે છે. સીકર સંભાગમાં પણ ક્‍યાંક-ક્‍યાંક છૂટીછવાઈ બુંદાસૂંદી થઈ શકે છે.

આ કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે.

(11:25 AM IST)