News of Friday, 9th January 2026
૭૧ વર્ષના ધારાસભ્યએ સિંધિયાના ૩૧ વર્ષના દીકરાના ચરણસ્પર્શ કર્યા
મધ્ય પ્રદેશના રાજકારણમાં હાલમાં એક ૧૧ સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ

ભોપાલ તા.૯: મધ્ય પ્રદેશના રાજકારણમાં હાલમાં એક ૧૧ સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર કુમાર જૈન, જે ઉંમરમાં ૭૧ વર્ષના છે તેઓ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના ૩૧ વર્ષીય દીકરા મહા આર્યમન સિધિયાના ચરણસ્પર્શ કરતા જોવા મળ્યા હતા. વીડિયો સામે આવતા જ રાજકારણમાં અને સમાજમાં તેની ભારે ચર્ચા થવા લાગી.
લોકો કહી રહ્યા છે કે જે ઉંમરમાં મોટા ભાગે વરિષ્ઠ નેતા સન્માન લેતા હોય છે, એ ઉંમરમાં એક ધારાસભ્ય પોતાનાથી ૪૨ વર્ષ નાના નેતાના ચરણસ્પર્શ કરે તે જોઈ લોકોને નવાઈ લાગી. કોઈ તેને ભારતીય સંસ્કૃતિનું સન્માનનું પ્રતીક ગણાવી રહ્યા છે, તો કોઈ તેને રાજનીતિમાં બદલાતા સત્તા સમીકરણો સાથે જોડીને જોઈ રહ્યા છે.
આ વીડિયો ૬૯માં નેશનલ સ્કૂલ ગેમ્સના ઉદ્ધાટન સમારંભનો છે. જે સોમવારે શિવપુરી જિલ્લા સ્ટેડિયમમાં આયોજિત થયો હતો. આ દિવસે શિવપુરીના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર કુમાર જૈનનો જન્મદિવસ પણ હતો. સમારંભ દરમિયાન કેક કાપવામાં આવી, જ્યાં મહા આર્યમન સિધિયા પણ મંચ પર હાજર હતા.
કેક કાપ્યા બાદ જેવં દેવેન્દ્ર કુમાર જૈને મહા આર્યમન સિધિયાના ચરણસ્પર્શ કર્યા, એ જ સમયે કોઈએ તેનો વીડિયો શૂટ કરી લીધો, જોત જોતામાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. વીડિયો વાયરલ થતાં લોકો અલગ અલગ રીતે તેના પર ટિપ્પણી કરી રહ્યા છે.
આ વીડિયો એટલા માટે વધારે ધ્યાન ખેંચી રહ્યો છે કેમ કે દેવેન્દ્ર જૈન એક અનુભવી નેતા અને ત્રણ વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે, જ્યારે મહા આર્યમન સિધિયા હાલમાં રાજકારણમાં સક્રિય ભૂમિકા નિભાવી રહ્યા છે. ઉંમર અને અનુભવના અંતર છતાં આ દ્રશ્ય કેટલાય લોકોને અસામાન્ય લાગ્યું. તેને લઈને હવે સન્માન વિરુદ્ધ રાજનીતિક અધીનતાની ચર્ચા શરુ થઈ ગઈ છે.
એક મીડિયા ચેનલ સાથે વાત કરતા દેવેન્દ્ર કુમાર જૈને કહ્યું કે કોઈના ચરણસ્પર્શ કરવા તેમનો વ્યક્તિગત અને સાંસ્કૃતિક નિર્ણય છે. તેમણે સ્પષ્ટ કહ્યું કે સંવિધાન અથવા કાયદામાં આવું ક્યાંય નથી લખ્યું કે કોઈ નાના વ્યક્તિના ચરણસ્પર્શ ન કરી શકાય. તેમના જણાવ્યા અનુસાર, મહા આર્યમન સિંધિયાને જ્યારે તેમના જન્મદિવસની જાણકારી મળી તો તેમણે ખુદ બજારમાંથી કેક મગાવી અને મંચ પર આવીને જન્મદિવસનું ગીત સંભળાવ્યું. ધારાસભ્યએ કહ્યું કે આ સન્માનથી તેઓ ભાવુક થઈ ગયા અને કૃતજ્ઞતામાં તેમણે ચરણસ્પર્શ કર્યા.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
