<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

અમેરિકાના સોલ્‍ટ લેક સિટીમાં ચર્ચની બહાર ગોળીબારઃ ૨નાં મોત

સોલ્‍ટ લેક સિટી તા.૯: અમેરિકાના સોલ્‍ટ લેક સિટીમાં એક ચર્ચની બહાર થયેલા ગોળીબારમાં બે લોકોના મોત થયા છે અને અન્‍ય છ લોકો ઈજાગ્રસ્‍ત થયા છે. લોકો એક શ્રદ્ધાંજલિ સભામાં હાજરી આપી રહ્યા હતા ત્‍યારે આ ઘટના બની હતી તેમ પોલીસે જણાવ્‍યું છે. આ ગોળીબાર ‘ધ ચર્ચ ઓફ જીસસ ક્રાઈસ્‍ટ ઓફ લેટર-ડે સેન્‍ટ્‍સ' ના પાછળના પાર્કિગ લોટમાં થયો હતો, જે ‘મોર્મોન ચર્ચ' તરીકે ઓળખાય છે. સત્તાવાળાઓએ જણાવ્‍યું કે   તમામ પીડિતો પુખ્‍ત વયના છે અને ઘાયલો પૈકી ઓછામાં ઓછા ત્રણની હાલત ગંભીર છે. કોઈ શંકાસ્‍પદ વ્‍યક્‍તિ પોલીસ કસ્‍ટડીમાં આવી નહોતી. પોલીસે સ્‍પષ્ટ કર્યું હતું કે હુમલાખોરને કોઈ ચોક્કસ ધર્મ પ્રત્‍યે વેર હોય તેવું જણાતું નથી અને આ હુમલો આડેધડ પણ નહોતો. સોલ્‍ટ લેક સિટી પોલીસ ચીફ બ્રાયન રેડે જણાવ્‍યું હતું કે, ‘‘અમે નથી માનતા કે આ કોઈ ધર્મ કે તેના જેવી કોઈ બાબત સામેનો હુમલો હતો.'' ચર્ચની વેબસાઈટ મુજબ, ઉત્તર-પヘમિ સોલ્‍ટ લેક સિટીમાં આવેલું આ લાલ ઈંટોનું ચર્ચ મુખ્‍યત્‍વે ‘ટોંગન' સમુદાયના શ્રદ્ધાળુઓ માટે છે.

(10:39 AM IST)