<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

​ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી: હવામાન વિભાગે 'કોલ્ડ ડે'નું એલર્ટ આપ્યું: પહાડો પર થઈ રહેલી હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં કોલ્ડ વેવ: પંજાબ-હરિયાણામાં રેડ એલર્ટ.

સમગ્ર ઉત્તર ભારત હાલ કાતિલ ઠંડીની લપેટમાં છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ આગાહી કરી છે કે આગામી ૨૪ કલાકમાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં શીતલહેર વધુ તીવ્ર બનશે. અનેક જગ્યાએ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી જતાં વાહનવ્યવહાર પર અસર પડી છે.

​હવામાન વિભાગે આજે ઘણા રાજ્યોમાં 'કોલ્ડ ડે' અને 'સીવિયર કોલ્ડ ડે'ની ચેતવણી આપી છે. લોકોને, ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને વહેલી સવારે અને મોડી રાત્રે ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

(10:02 AM IST)