તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 9th January 2026
પશ્ચિમ બંગાળમાં ઈડીના દરોડા સામે મમતાનો હુંકાર: કોલકત્તામાં પ્રચંડ વિરોધ રેલી: સવારથી જ કોલકાતાના રસ્તાઓ પર કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ટીએમસીના કાર્યકરો ઉમટી પડ્યા

પશ્ચિમ બંગાળમાં ઈડીની કાર્યવાહીના વિરોધમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી આજે કોલકાતામાં વિરોધ માર્ચનું નેતૃત્વ કરશે.
પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ઈડી) દ્વારા તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ અને મંત્રીઓના ઠેકાણા પર સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહીને "રાજકીય બદલાની ભાવના" ગણાવીને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રણશિંગુ ફૂંક્યું છે.
મમતા બેનર્જી આજે કોલકાતામાં એક વિશાળ પ્રોટેસ્ટ માર્ચ કાઢી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. સવારથી જ કોલકાતાના રસ્તાઓ પર ટીએમસીના કાર્યકરો ઉમટી પડ્યા છે અને કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે.
(10:01 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
