News of Friday, 2nd January 2026
મેક્સિકોમાં ધરતી ધ્રૂજી: ૬.૨ ની તીવ્રતાના ભૂકંપથી ગભરાટ ફેલાયો: લોકો ભયભીત થઈને ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા: આંચકા એટલા તેજ હતા કે ઈમારતો હલી ગઈ હતી
ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની નીચે હોવા છતાં આંચકા એટલા તેજ હતા કે ઈમારતો હલી ગઈ અને લોકોમાં નાસભાગ મચી ગઈ.

મેક્સિકોમાં આજે ૬.૨ ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો છે. ભૂકંપને કારણે લોકો ભયભીત થઈને ઘરો અને ઓફિસોની બહાર દોડી આવ્યા હતા.
ઉત્તર અમેરિકાના દેશ મેક્સિકોમાં આજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી વિભાગના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૨ નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની નીચે હોવા છતાં આંચકા એટલા તેજ હતા કે ઈમારતો હલી ગઈ હતી અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
હજુ સુધી જાનહાનિ કે મોટા નુકસાનના કોઈ સત્તાવાર અહેવાલ મળ્યા નથી, પરંતુ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે અને નુકસાનનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે, પરંતુ ૬.૨ ની તીવ્રતા હોવાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
(10:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
