News of Friday, 2nd January 2026
આઈઆઈટી હૈદરાબાદના વિદ્યાર્થીને ઐતિહાસિક ઓફર: નેધરલેન્ડની કંપની દ્વારા ૨.૫ કરોડનું પેકેજ
આ પેકેજ આઈઆઈટી હૈદરાબાદના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ પેકેજ :વિદ્યાર્થીને આ ઓફર તેના ઉત્કૃષ્ટ ટેકનિકલ નોલેજ અને કોડિંગ સ્કિલ્સના આધારે મળી

નવી દિલ્હી : આઈઆઈટી હૈદરાબાદના ૨૧ વર્ષીય વિદ્યાર્થીને નેધરલેન્ડ સ્થિત કંપનીએ વાર્ષિક ૨.૫ કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક જોબ પેકેજ ઓફર કર્યું છે.
ભારતીય પ્રતિભાઓ વિશ્વભરમાં ડંકો વગાડી રહી છે તેનું તાજું ઉદાહરણ આઈઆઈટી હૈદરાબાદમાં જોવા મળ્યું છે. પ્લેસમેન્ટ સીઝન દરમિયાન સંસ્થાના એક ૨૧ વર્ષીય તેજસ્વી વિદ્યાર્થીને નેધરલેન્ડ બેઝડ એક મલ્ટીનેશનલ કંપનીએ વાર્ષિક ૨.૫ કરોડ રૂપિયાના તોતિંગ પગારની ઓફર કરી છે.
આ પેકેજ આઈઆઈટી હૈદરાબાદના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી વધુ પેકેજ માનવામાં આવે છે. વિદ્યાર્થીને આ ઓફર તેના ઉત્કૃષ્ટ ટેકનિકલ નોલેજ અને કોડિંગ સ્કિલ્સના આધારે મળી છે.
મંદીના માહોલ વચ્ચે પણ આઈઆઈટીના વિદ્યાર્થીઓને મળી રહેલા આવા કરોડોના પેકેજ એ સાબિત કરે છે કે વૈશ્વિક બજારમાં ભારતીય એન્જિનિયરોની માંગ અકબંધ છે.
(8:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
