<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd January 2026

ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેરો વધારો: ઈઝરાયેલ પાસેથી ૧,૦૦૦ ‘સ્પાઈસ-૧૦૦૦’ મિસાઈલ ખરીદવા ૮.૭ અબજ ડોલરનો જંગી સોદો મંજૂર

સ્પાઈસ-૧૦૦૦’ એ હવામાંથી જમીન પર ચોક્કસ નિશાન તાકતી અત્યાધુનિક મિસાઈલ છે. બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન ભારતીય વાયુસેનાએ ‘સ્પાઈસ-૨૦૦૦’ બોમ્બનો ઉપયોગ કર્યો હતો

નવી દિલ્હી : ભારતે પોતાની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે ઈઝરાયેલ પાસેથી ૧,૦૦૦ અત્યાધુનિક ‘સ્પાઈસ-૧૦૦૦’ એર-ટુ-સર્ફેસ મિસાઈલ ખરીદવાની મંજૂરી આપી છે.
પડોશી દેશો તરફથી વધી રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પોતાની સૈન્ય તાકાતમાં મોટો વધારો કરવાનો નિર્ણય લીધો છે. સંરક્ષણ મંત્રાલયે ઈઝરાયેલ પાસેથી ૧,૦૦૦ નંગ ‘સ્પાઈસ-૧૦૦૦’ મિસાઈલ ખરીદવાની દરખાસ્તને લીલી ઝંડી આપી દીધી છે. આ સોદો અંદાજે ૮.૭ અબજ ડોલરનો હોવાનું મનાય છે.
‘સ્પાઈસ-૧૦૦૦’ એ હવામાંથી જમીન પર ચોક્કસ નિશાન તાકતી અત્યાધુનિક મિસાઈલ છે. બાલાકોટ એરસ્ટ્રાઈક દરમિયાન ભારતીય વાયુસેનાએ ‘સ્પાઈસ-૨૦૦૦’ બોમ્બનો ઉપયોગ કર્યો હતો, જેની સફળતા બાદ હવે આ વધુ અપગ્રેડેડ વર્ઝન ખરીદવામાં આવી રહ્યું છે. આ મિસાઈલો જીપીએસ ગાઈડન્સ અને અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, જે દુશ્મનના બંકરો અને મજબૂત ઠેકાણાઓને પળવારમાં નેસ્તનાબૂદ કરી શકે છે. આ મિસાઈલોના આગમનથી ભારતીય વાયુસેનાની સ્ટ્રાઈક ક્ષમતામાં અનેકગણો વધારો થશે


 

(7:40 PM IST)