News of Friday, 2nd January 2026
ભારત-પાકિસ્તાને એકબીજાને સોંપી ‘પરમાણુ ઠેકાણા'ની યાદી
સરહદે ગોળીબાર કાગળ પર મિત્રતા? : ૩૫ વર્ષથી તૂટી નથી પરંપરાઃ કારગિલ યુદ્ધ કે બાલાકોટ એરસ્ટ્રાઈક, ગમે તેવી સ્થિતિમાં બંને દેશોએ પરમાણુ રહસ્યો શેર કરવાનું ચાલુ રાખ્યું?

નવી દિલ્હી, તા.૨: જ્યારે આખું વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં મગ્ન હતું, ત્યારે ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલયોમાં એક અત્યંત ગુપ્ત અને વ્યૂહાત્મક પ્રક્રિયા ચાલી રહી હતી. ૧ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ બંને દેશોએ પોતપોતાના પરમાણુ સંસ્થાનો અને કેદીઓની યાદીનું આદાન-દાન પૂર્ણ કર્યું છે. સામાન્ય માણસને આヘર્ય થાય કે બે દુશ્મન દેશો એકબીજાને પોતાના પરમાણુ પ્લાન્ટ્સના લોકેશન (અક્ષાંશ અને રેખાંશ) કેમ આપે? પરંતુ આ પાછળ ૧૯૮૮નો એક ખાસ કરાર જવાબદાર છે. આ કરાર મુજબ, યુદ્ધ જેવી સ્થિતિમાં પણ બંને દેશો એકબીજાના પરમાણુ કેન્દ્રો પર હુમલો નહીં કરવાની બાંહેધરી આપે છે, જેથી કિરણોત્સર્ગી પદાર્થો ફેલાવાથી થતી મોટી માનવીય હોનારત ટાળી શકાય.
આ સતત ૩૫મું વર્ષ છે જ્યારે આ યાદીઓની આપ-લે કરવામાં આવી છે. ૧ જાન્યુઆરી, ૧૯૯૨ થી શરૂ થયેલો આ સિલસિલો કારગિલ યુદ્ધ, ૨૦૦૧નો સંસદ હુમલો કે તાજેતરના પુલવામા-બાલાકોટ તણાવ દરમિયાન પણ કયારેય અટકયો નથી. આ યાદીમાં પરમાણુ પાવર પ્લાન્ટ્સ, યુરેનિયમ સંવર્ધન કેન્દ્રો અને રિસર્ચ રિએક્ટરની સંપૂર્ણ માહિતી હોય છે. નિષ્ણાતો માને છે કે આ પ્રક્રિયા બંને દેશો વચ્ચે ન્યુક્લિયર હોટલાઈન જેવું કામ કરે છે, જે આકસ્મિક પરમાણુ યુદ્ધના જોખમને ઘટાડે છે. ભારત દર વર્ષે અત્યંત પારદર્શિતા સાથે આ માહિતી પાકિસ્તાનને સોંપે છે.
પરમાણુ માહિતીની સાથે, ૨૦૦૮ના કોન્સ્યુલર એક્સેસ કરાર હેઠળ બંને દેશોએ પોતાની જેલમાં રહેલા કેદીઓની યાદી પણ શેર કરી છે. ભારતે પોતાની કસ્ટડીમાં રહેલા પાકિસ્તાની માછીમારો અને નાગરિકોની વિગતો આપી છે, જ્યારે પાકિસ્તાને તેની જેલમાં બંધ ભારતીયોની યાદી સોંપી છે. આ માનવીય પાસું પણ દર વર્ષે ૧ જાન્યુઆરી અને ૧ જુલાઈના રોજ નિભાવવામાં આવે છે. આ વખતે ભારતે પાકિસ્તાની જેલમાં રહેલા ભારતીય માછીમારોની વહેલી તકે મુક્તિ માટે પણ ભાર મૂકયો છે, જે ઘણા સમયથી સરહદી તણાવને કારણે અટવાયેલા છે.
બીજી તરફ, પાણીના મુદ્દે પણ ગરમાવો જોવા મળ્યો છે. ચેનાબ નદી પર ભારતના દુલ્હસ્તી સ્ટેજ-II પ્રોજેક્ટ સામે પાકિસ્તાને વાંધો ઉઠાવ્યો છે, પરંતુ ભારતે સ્પષ્ટ કર્યું છે કે તે ૧૯૬૦ની સિંધુ જળ સંધિ મુજબ જ કામ કરી રહ્યું છે. ભારત પヘમિી નદીઓ પર હાઈડ્રોપાવર પ્રોજેક્ટ બનાવવાનો અધિકાર ધરાવે છે અને આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાયદેસર છે. આમ, ૨૦૨૬ના પ્રારંભે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરમાણુ શાંતિથી લઈને પાણીના વિવાદ સુધીની અનેક ફાઈલો પર ટેબલ ટોક જોવા મળી છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
