News of Monday, 29th December 2025
૬ વર્ષના છોકરાને બીજા ક્લાસની છોકરી પાસે પાંચ-છ થપ્પડ મરાવી
સ્ટુડન્ટની હેરાનગતિ બદલ પ્રાઇવેટ સ્કૂલના બે ટીચર સામે પોલીસમાં ફરિયાદ

નવી મુંબઈ,તા.૨૯: નવી મુંબઈની એક પ્રાઇવેટ સ્કૂલના બે ટીચરોની વિરુદ્ધમાં ૬ વર્ષના વિદ્યાર્થીને હેરાન કરવાના આરોપ સાથે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. સ્ટુન્ડન્ટના પેરન્ટ્સની ફરિયાદના આધારે કામોઠે વિસ્તારમાં આવેલી આ સ્કૂલના શિક્ષકો સામે ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘એક ટીચરે ૧૪ નવેમ્બરે બીજા ક્લાસમાંથી છોકરીને બોલાવી હતી અને પીડિત છોકરાના ગાલ પર પાંચથી છ વાર થપ્પડ મારવાનું કહ્યું હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. એ પછી ૨૮ નવેમ્બરે બીજા એક ટીચરે પીડિત છોકરાના ચહેરા પર કમ્પસ-બોક્સથી માર માર્યો હોવાનો આરોપ કરવામાં આવ્યો છે. અમે સ્ટાફના વર્તન અને સ્કૂલના વાતાવરણની તપાસ કરી રહ્યા છીએ
(10:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
