News of Sunday, 28th December 2025
અમેરિકામાં ચૂંટણી પ્રક્રિયા અને કલ્યાણકારી યોજનાઓમાં કૌભાંડ: વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરનો ગંભીર આરોપ: તાત્કાલિક ધોરણે ચૂંટણી સુધારાની હિમાયત: રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો
મિનેસોટામાં સોમાલી સમુદાય સાથે સંકળાયેલા 'ફીડિંગ અવર ફ્યુચર' કૌભાંડને મિલરે અમેરિકન ઈતિહાસની કરદાતાઓના પૈસાની સૌથી મોટી ચોરી ગણાવી

વોશિંગ્ટન: વ્હાઈટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલરે અમેરિકામાં ચૂંટણીની વિશ્વસનીયતા અને કલ્યાણકારી યોજનાઓના દુરુપયોગ અંગે ગંભીર ચેતવણી ઉચ્ચારતા ખળભળાટ મચાવ્યો છે. મિલરે મિનેસોટા રાજ્યમાં થયેલા કથિત કલ્યાણકારી કૌભાંડનો ઉલ્લેખ કરીને ડેમોક્રેટિક પક્ષની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે.
અહેવાલો અનુસાર, સ્ટીફન મિલરે મિનેસોટામાં સોમાલી સમુદાય સાથે સંકળાયેલા 'ફીડિંગ અવર ફ્યુચર' કૌભાંડને અમેરિકન ઈતિહાસની કરદાતાઓના પૈસાની સૌથી મોટી ચોરી ગણાવી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે વોટિંગ માટેની 'વાઉચર' સિસ્ટમ્સનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ આઠ અન્ય મતદારોના રહેઠાણ માટે સાક્ષી બની શકે છે.
મિલરના મતે આ પદ્ધતિ ચૂંટણીમાં ગેરરીતિ માટેનો રસ્તો ખોલી આપે છે અને તેમણે તાત્કાલિક ધોરણે ચૂંટણી સુધારા કરવાની હિમાયત કરી છે. આ નિવેદને અમેરિકાના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો લાવી દીધો છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
