News of Saturday, 27th December 2025
પોરબંદરમાં નેવલ શીપ ફલેગ ઓફ સેરેમનીઃ રાજનાથસિંહ તથા ભૂપેન્દ્રભાઇ આવશે
ભારતીય નૌકાદળના સેલીંગ વેસલ્સના કાફલામાં વધુ એક અદ્યતન શીપ જોડાશેઃ સોમવારે શીપ અર્પણ સમારોહ : (પરેશ પારેખ દ્વારા) પોરબંદરઃ કોસ્ટ ગાર્ડ જેટી ખાતે નેવલ શીપ ફલેગ ઓફ સેરેમની સમારોહને લીધે તા. ર૯મી સુધી જેટી દરિયા વિસ્તારમાં માછીમારોની બોટ અવરજવર ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યાંનું ફિશરીઝ મદદનીશ નિયામક દ્વારા જણાવાયું છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ર૭: ભારતીય નેવીની શકિતને વધારવા નૌકાદળના સેલીંગ વેસલ્સના કાફલામાં અદ્યતન શીપનો ઉમેરો થઇ રહયો છે. આ નેવલ શીપનો ફલેગ ઓફ સેરેમની સમારોહ કોસ્ટગાર્ડની જેટી ખાતે તા. ર૯ મીએ સોમવારે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતીમાં યોજાશે.
ભારતીય નેવીને વધુ મજબૂત બનાવવા માટે નેવલના કાફલામાં વધુ એક શીપનો ઉમેરો થઈ રહ્યો છે. સોમવારે તા. ર૯ મીએ આ અદ્યતન શીપની ફલેગ ઓફ સેરેમની આગામી કોસ્ટ ગાર્ડ જેટી ખાતે યોજાશે.
ભારતીય નૌકાદળના સેલીંગ વેસલ્સ ‘આઈ.એન.એસ.વી. કૌડીન્ય' નેવલના ભાથામાં ઉમેરાઈ રહ્યુ છે ત્યારે તેનો ફલેગઓફ સમારોહ તા. ૨૯ સોમવારે કોસ્ટગાર્ડની જેટી ખાતે બપોરે બાર વાગ્યે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, બંદર શીપીંગ અને જળમાર્ગ મંત્રી, સંસ્કળતિમંત્રી યુવા બાબતો અને રમતગમત મંત્રી, ફલેગ ઓફીસર કમાન્ડીંગ વેસ્ટર્ન નેવલ કમાંડ, ફલેગ ઓફિસર કમાન્ડીંગ ગુજરાત નેવલ એરિયા, ભારતીય સેના અને વાયુસેનાના અધિકારીઓ, નૌકાદળનાવડા, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, લશ્કરી અધિકારીઓ અને જવાનો સહિત નિમંત્રિત નાગરિકો ઉપસ્થિત રહેશે.
નેવીના લશ્કરી કાફલામાં વધુ એક અદ્યતન શીપ આઈ.એન.એસ.વી. કૌડીન્યથી ભારતીય નૌસેના વધુ મજબૂત બનશે
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
