News of Wednesday, 24th December 2025
એર ઇન્ડિયા એક્સપ્રેસે મુસાફર પર હુમલો કરનાર પાઇલટને નોટિસ ફટકારી
તેમના પર મુસાફર અંકિત દિવાન સાથે ગેરવર્તન અને હુમલો કરવાનો આરોપ

નવી દિલ્હી : દિલ્હી એરપોર્ટના ટી-૧ પર તાજેતરમાં બનેલી ઘટનાના સંદર્ભમાં એર ઇન્ડિયા એક્સપ્રેસે પાઇલટ વીરેન્દ્ર સેજવાલને કારણદર્શક નોટિસ ફટકારી છે. તેમના પર મુસાફર અંકિત દિવાન સાથે ગેરવર્તન અને હુમલો કરવાનો આરોપ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પાઇલટ મજૂર વર્ગના છે, તેથી શ્રમ કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ ઘટનાની તપાસ માટે આ અઠવાડિયે એક બાહ્ય તપાસ સમિતિની રચના કરવામાં આવશે. નોંધનીય છે કે તાજેતરમાં દિલ્હી એરપોર્ટ પર એર ઇન્ડિયાના એક પાયલોટે એક મુસાફર પર હુમલો કર્યો હતો.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
