<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

વિવેક અને ચિરાગની સિદ્ધિએ આખા ભારતમાં બાબરાનું નામ રોશન કર્યુઃ મુંબઈમાં ફિલ્‍મી સ્‍ટાર વિકી કૌશલના હસ્‍તે આંતરરાષ્‍ટ્રીય એવોર્ડ

બાબરાના જાણીતા કવિ,લેખક અને ચેમ્‍બરના પૂર્વ પ્રમુખ કે.ડી.સેદાણીના બંને પુત્રો : PTENOTE.COM (સેદાણી ડિજિટલ પ્રાયવેટ લિમિટેડ )ને બોલિવૂડ સ્‍ટાર વિકી કૌશલના હસ્‍તે ‘હાઈફલાયર ચેમ્‍પિયન્‍સ' (Highflyer Champions)એવોર્ડ એનાયત

મુંબઈ તા. ર૩ :..શિક્ષણ અને વિદેશ અભ્‍યાસ ક્ષેત્રે અગ્રણી નામ ધરાવતી સંસ્‍થા PTENOTE.COM (સેદાણી ડિજિટલ પ્રાઈવેટ લિમિટેડ) માટે ગઈકાલે એક ગૌરવપૂર્ણ ક્ષણ હતી. મુંબઈની હયાત સેન્‍ટ્રિક જુહુ (Hyatt Centric Juhu) હોટેલ ખાતે યોજાયેલા Pearson ના ભવ્‍ય એવોર્ડ સમારોહમાં, PTENOTE.COM ને પ્રતિષ્ઠિત ‘હાઈફલાયર ચેમ્‍પિયન્‍સ' (Highflyer Champions) એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

આ એવોર્ડ PTENOTE.COM ના founder and director શ્રી વિવેક સેદાણી અને શ્રી ચિરાગ સેદાણી એ સ્‍વીકાર્યો હતો. આ સન્‍માન પિયર્સનના બ્રાન્‍ડ એમ્‍બેસેડર અને પ્રખ્‍યાત બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ ના હસ્‍તે એનાયત કરવામાં આવ્‍યું હતું, જે સંસ્‍થા માટે ખૂબ જ ગર્વની વાત છે.

આ ખાસ પ્રસંગે પિયર્સન ઈન્‍ડિયાના ઉચ્‍ચ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા, જેમાં શ્રી પ્રભુલ રવિન્‍દ્રન (ડિરેક્‍ટર ઓફ ઈંગ્‍લીશ લેંગ્‍વેજ ર્લનિંગ - પિયર્સન ઈન્‍ડિયા), શ્રી આસિફ ભટ (ડેપ્‍યુટી જનરલ મેનેજર - પિયર્સન) અને શ્રી ગિરીશ મકવાણા (સિનિયર ટેરિટરી મેનેજર - પિયર્સન PTE ગુજરાત) નો સમાવેશ થાય છે.

આ એવોર્ડ PTENOTE.COM ની ઉત્‍કળષ્ટ કામગીરી અને વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામો અપાવવાની તેમની પ્રતિબદ્ધતાનું ઙ્કમાણ છે.

આ સિદ્ધિ બદલ અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર જિલ્લા પંચાયત પ્રમુખ અને પ્રદેશ મહિલા અધ્‍યક્ષ શ્રી જેનીબેન ઠુમ્‍મર, અમરેલીના ધુરંધર ભાજપ અગ્રણી અને લોહાણા મહાજન પ્રમુખ ડો. ભરતભાઈ  કાનાબાર, બાબરાના હોનહાર પત્રકાર ઉમંગભાઈ છાટબાર, વકીલ મંડળના પ્રમુખ પ્રતાપભાઈ ખાચર, દિવ્‍ય ભાસ્‍કર પત્રકાર રાજુભાઈ બસિયા, અવધ ટાઇમ્‍સ પત્રકાર દિપક કનૈયા, જલારામ મંદિરના ટ્રસ્‍ટી દીપકભાઈ સેદાણી, બાબરા નાગરિક બેંકના ચેરમેન હસુભાઈ રાજપોપટ, ભાજપ અગ્રણી ભુપેન્‍દ્રભાઈ બસીયા, બાબરા નગરપાલિકાના ઉપપ્રમુખ અંકુર જસાણી, એડવોકેટ તેમજ રઘુવીર સેનાના પ્રમુખ ઋષિ રૂપારેલીયા વગેરે એ અભિનંદન અને આશીર્વાદ પાઠવ્‍યા હતા.

 કે ડી સેદાણી, ‘આકાશ' (અમદાવાદ)

મોબાઈલ નંબર :૭૬૯૮૧૮૫૩૪૩

વેબસાઇટ : www.kdsedani

 કે,ડી, સેદાણી,                                   જી,૨૦૩,, શાલીગ્રામ પ્રાઈમ,, મેરી ગોલ્‍ડ સર્કલ ની બાજુમાં,, સાઉથ બોપલ, અમદાવાદ ૫૮ 

 

(11:32 AM IST)