<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

મધ્‍યપ્રદેશના અષ્‍ટામાં પાર્કિંગ મુદે અથડામણઃ કરણી સેનાએ ભોપાલ-ઇન્‍દોર હાઇવે બ્‍લોક કર્યો

પોલીસે પથ્‍થરમારા બાદ લાઠીચાર્જ કર્યો,ટીયર ગેસ છોડયોઃ સમજાવટ બાદ સ્‍થિતિ કાબુમાં

ભોપાલઃ તા.રર, મધ્‍યપ્રદેશના સિહોર જિલ્લામાં બે સમુદાયો વચ્‍ચે અથડામણ થઈ હતી. આ ઘટના બાદ કરણી સેનાએ હાઇવે બ્‍લોક કરી દીધો હતો. જોકે, પરિસ્‍થિતિ હવે નિયંત્રણમાં છે. આ ઘટના અષ્ટામાં બની હતી. પાકિર્ંગને લઈને વિવાદ થયો હતો, જેના કારણે પથ્‍થરમારો થયો હતો.

ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્‍યો અને લાઠીચાર્જ કર્યો. તોડફોડથી ગુસ્‍સે ભરાયેલા ટોળાએ ટ્રેક્‍ટર બેંકના ATMમાં ઘુસાડી દીધું હતું. અષ્ટાના અલીપુર ચાર રસ્‍તા પર ર્પાકિંગને લઈને થયેલા વિવાદ બાદ, કરણી સેનાના સભ્‍યની કારમાં તોડફોડ કરવામાં આવી હતી. તેનાથી ગુસ્‍સે ભરાયેલા કરણી સેનાના સભ્‍યોએ ભોપાલ-ઇન્‍દોર હાઇવે બ્‍લોક કરી દીધો હતો, પોલીસની સમજાવટ બાદ નાકાબંધી હટાવવામાં આવી હતી. પથ્‍થરમારા બાદ પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના શેલ પણ છોડ્‍યા હતા. આ વિવાદને કારણે વિસ્‍તારમાં તણાવપૂર્ણ પરિસ્‍થિતિ સર્જાઈ હતી. તમામ પોલીસ સ્‍ટેશનની પોલીસ અષ્ટામાં પહોંચી હતી અને પરિસ્‍થિતિને કાબૂમાં લીધી હતી.

 

(2:48 PM IST)