News of Thursday, 18th December 2025
પૂ. દયાનંદગીરીજી મહારાજની ઇચ્છા મુજબ ચરાડવાથી દ્વારકાની પદયાત્રા સંપન્ન
પરમ શિષ્ય પૂ. અમરગીરીજી મહારાજે ગુરૂધર્મ બજાવ્યો : પગમાં ચાખડી પહેર્યા વગર પૂ. દયાનંદગીરીજી મહારાજની તસ્વીરને વ્હીલચેરમાં રાખીને યાત્રા કરી : ‘‘સંકલ્પ સિધ્ધ પદયાત્રા દર્શન'' માં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા : ઠેર-ઠેર પદયાત્રા તથા પૂ. અમરગીરીજી મહારાજનું સ્વાગત

પૂ. દયાનંદગીરીજી મહારાજની ઇચ્છા મુજબ ચરાડવાથી શ્રી દ્વારાકાધીશ ભગવાન મંદિર સુધીની પદયાત્રાનો આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે આ યાત્રાએ દ્વારકા ખાતે વિરામ લીધો હતો. શ્રી દ્વારકાધીશ ભગવાનને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ તકે પૂ. અમરગીરીજી મહારાજ, અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સહિત મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અહેવાલ - કૌશલ સવજાણી -ખંભાળીયા)
(કૌશલ સવજાણી-પ્રવિણ વ્યાસ દ્વારા) ખંભાળીયા-મોરબી, તા., ૧૭: મોરબી જીલ્લાના હળવદ તાલુકાના ચરાડવાના શ્રી મહાકાળી આશ્રમના બ્રહ્મલીન પૂ. દયાનંદગીરીજી મહારાજની ઇચ્છા અનુસાર તેમના પરમ શિષ્ય પૂ. અમરગીરીજી મહારાજના સાનિધ્યમાં ચરાડવાથી દ્વારકા સુધીની સંકલ્પસિધ્ધ પદયાત્રા દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનું ચરાડવાથી દ્વારકા સુધીમાં વચ્ચે ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પૂ. અમરગીરીજી મહારાજનું સન્માન પણ ભાવિકો દ્વારા કરાવમાં આવ્યું હતું. આ પદયાત્રાએ તા.૧પ ને સોમવારે શ્રી દ્વારકાધીશ ભગવાનના સાનિધ્યમાં વિરામ લીધો હતો અને શ્રી દ્વારકાધીશ ભગવાનને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
આ તકે પૂ. અમરગીરીજી મહારાજની સાથે અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સહિત મોટી સંખ્યામાં ભાવીકો જોડાયા હતા.
દ્વારકામાં શ્રી દ્વારકાધીશ ભગવાન સમક્ષ પૂજન-અર્ચન દ્વારકાધીશ મંદીરના પુજારી કપિલભાઇ દ્વારા શાષાોકત વિધી સાથે કરાવવામાં આવ્યું હતું.
સંકલ્પ સિદ્ધ પદયાત્રા દર્શન શ્રી મહાકાળી આશ્રમ ચરાડવા થી દ્વારકા પદયાત્રા દર્શન સંધ તથા ધ્વજારોહણ કાર્યક્રમ તારીખ ૭/૧૨/૨૦૨૫ સવારે ૫.૦૦ કલાકે રવાના થયેલ જે તારીખ ૧૪/૧૨/૨૦૨૫ સમય ૧૧.૦૦ કલાકે દ્વારકા પહોર્ચીં
પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શિરોમણી ગુરુવર્ય શ્રી દયાનંદગીરીબાપુ ની ઈચ્છા હતી કે મારે દ્વારકા દર્શન માટે પૂજ્ય અમરગીરીબાપુ ને લઈ સાથે જવુ છે. તેવો સંકલ્પ હતો જે તેમના કળપાપાત્ર શિષ્ય પરમ પૂજ્ય મહંત શ્રી અમરગીરીબાપુ દ્વારા પૂર્ણ કરવામાં આવ્યો હતો.
આ પદયાત્રામાં પૂજ્ય મહંત શ્રી અમરગીરીબાપુ પોતે પગમા કાઈપણ પહેર્યા વગર બ્રહ્મલીન ગુરુવર્ય શ્રી દયાનંદગીરીબાપુની પ્રતિમાને વ્હીલચેરમાં બેસાડી તે વ્હીલચેરને પોતાના હાથે ચલાવી સાથે ધજા સાથે રાખી ૧૫૦ થી પણ વધારે ભકતજનો (બહેનો તથા ભાઈઓ) તદઉપરાંત ચાર રથ, એક આઈસર ગાડી, એક ટેમ્પો, એક બોલેરો જેવા વાહનો અને એક બાઈક અને વાજતે ગાજતે ડીજેના તાલે રવાના થયેલ હતી.
જેમ જેમ આ પદયાત્રા આગળ વધી તેમ તેમ વધારેને વધારે આ પદયાત્રામાં લોકો જોડાતા ગયા હતા. આ પદયાત્રા નગરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પસાર થઈ ત્યાં બધીજ જગ્યાએ પુજય મહંત શ્રી અમરગીરીબાપુનુ અને ધજાનુ સામૈયુ કરી પદયાત્રા વધાવી સન્માન કરવામાં આવ્યુ અને અસંખ્ય લોકોએ ધજાને માથા ઉપર ટેકવી દર્શનનો લાભ લીધો હતો.
દ્વારકા ખાતે બ્રાહમણો દ્વારા ધજાની પૂજન વીધી કરવામાં આવી ત્યારબાદ શ્રી રણછોડ ધર્મશાળા થી વાજતે ગાજતે ઢોલ નગારા સાથે પદયાત્રા બપોરે ૧.૩૦ કલાકે દ્વારકાધીશ મંદિર જવા રવાના થયેલ જેમાં હજારોની સંખ્યામા ભકતો જોડાણા જયા દ્વારકા પોલીસ ભાઈઓનો ખુબ સાથ સહકાર મળ્યો મંદિર ચોક મા બધાં ભકતો ખુબજ ભકિતના ભાવે રંગાઇને ભકિતમય વાતાવરણ બની ગયું હતું.
તદુપરાંત સાંજના ૫.૦૦ કલાકે મંદિરના દ્વાર ખુલતા પૂજ્ય બાપુએ સદગુરુ દયાનંદગીરીબાપુની પ્રતિમાને દ્વારકાધીશ મંદિરના ગર્ભગળહમાં દર્શન કરાવી ધજા ચડાવવામાં આવી હતી.
દ્વારકાના બજારોમાં જય દ્વારકાધીશ, જય મહાકાળીમાતાજી નું નામ, બ્રહ્મ લીન ગુરુવર્ય શ્રી દયાનંદગીરીબાપુ નું નામ અને પૂજય અમરગીરીબાપુ ના નામનો જયજયકાર ના નામથી બજારો ગૂંજી ઉઠી અને હજારોની સંખ્યામાં લોકો જોડાયા અને દ્વારકાધીશના દર્શન અને ધજાના દર્શનનો લાભ લીધો હતો.
દ્વારકામાં એક એવો ધજા પ્રસંગ બન્યો કે આજ સુધીમા કયારેય નો ઉજવાયો હોય તેવો ન ભુતોના ભવિષ્યમાં આવો પ્રસંગ કયારેય નો બન્યો હોય તેવો અદભૂત અને ભવ્ય થી ભવ્ય દિવ્યથી દિવ્ય પ્રસંગ બન્યો હતો. (૯.ર૬)
પૂ. દયાનંદગીરીજી મહારાજની સમાધી અને ધ્વજાજીનો સંયોગ
ખંભાળીયા, તા. ૧૭ : પૂ. દયાનંદગીરીબાપુની પૂણ્ય તિથીએ ચડાવામાં આવેલ દ્વારકાધીશની ધજામાં વિશેષ સંયોગ સજાર્યો હતો. ખાસ તા. ૧પ-૧ર-ર૦રપ ના રોજ બાપુની પૂણ્યતિથિ હતી સાથે પ વાગ્યે સમાધિ અપાવી હતી. જોગાનુજોગ પ વાગ્યે જ ધજાજી ચડાવાનો સંયોગ થયો હતો. (૯.ર૬)
મંદિરના શિખર ઉપર
બિલાડી પ્રદક્ષિણા કરતી'તી
ખંભાળીયા, તા. ૧૭ : શ્રી દ્વારકાધીશ મંદિરે ભાવિકો જયારે ધજા ચડાવવા ઉપર પહોંચ્યા ત્યારે એક એવું દૃશ્ય જોવા મળ્યું કે તે સમયે ભુરા કલરની બીલાડી મંદિરના શિખર ઉપર પ્રદક્ષિણા ફરતી જોવા મળી હતી. (૯.ર૬)
કલેકટર અને પોલીસ તંત્રનો સહયોગ
ખંભાળીયા, તા. ૧૭ : શ્રી દ્વારકાધીશ ભગવાનને ધ્વજારોહણ પ્રસંગમાં જિલ્લા કલેકટર રાજેશ તન્ના દ્વારકા દેવ સંસ્થાન સમિતિના ડેપ્યુટી કલેકટર હિમાંશુભાઇ ચૌહાણ સહિત અધિકારી દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો.
દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડી.વાય.એસ.પી. માનસેતા, ડીવાયએસપી રાઠોડ મંદિર સુરક્ષાના પીઆઇ પી.એન. પટેલ, પીઆઇ અક્ષય બારસીયા તથા પોલીસ સ્ટાફ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવામાં આવી હતી.
(11:48 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
