તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૨ ગુરૂવાર
News of Sunday, 14th December 2025
ઓસ્ટ્રેલીયામાં ‘બોન્ડી બીચ’ પર અંધાધુંધ ગોળીબારઃ ૧૦ થી વધુના મોત
હનુકકા ફેસ્ટીવલમાં સામેલ થવા લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા, ફાયરીંગ બાદ બે હુમલા ખોરોની અટાયત, ઓપરેશન હજુ ચાલુ

નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયાના પ્રખ્યાત 'બોન્ડી બીચ' પર રવિવારે ભીષણ હુમલા થયો. હુમલાખોરોએ લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હનુક્કા ફેસ્ટિવલમાં સામેલ થવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા હતા. હુમલા બાદ બીચ પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગી રહ્યા હતા જ્યારે ઈજાગ્રસ્તો જમીન પર ઢળી પડ્યા હતા. પોલીસે સમગ્ર વિસ્તારમાં ઓપરેશન શરૂ કર્યું છે અને લોકોને આ વિસ્તારથી દૂર રહેવા ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ હુમલામાં ૧૦ થી વધુના મોત થયાનું જાણવા મળે છે.
NSW પોલીસ વિભાગે ઘટના મામલે એક્સ પર પોસ્ટ કરી જણાવ્યું કે, ફાયરિંગ બાદ બે હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે. જોકે ઓપરેશન હજુ ચાલુ છે. જેથી લોકોને પોલીસ દ્વારા અપાતી સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાને શોક વ્યક્ત કરતાં કહ્યું કે બોન્ડી બીચના દૃશ્યો અત્યંત ભયાનક અને વિચલિત કરી દે તેવા છે. લોકોના જીવ બચાવવા માટે પોલીસ ઓપરેશન ચલાવી રહી છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
