News of Friday, 12th December 2025
અમેરિકામાં જઈ બાળકો પેદા કરવાનું સપનું ચકનાચૂર
અમેરિકી દૂતાવાસનું આવ્યું મોટું ફરમાન : હવે અમેરિકી દૂતાવાસ અધિકારીઓ પાસે એટલો પાવર હશે કે જો તેમને દાળમાં કંઈક કાળું લાગ્યું તો તેઓ વિઝા એપ્લિકેશન રિજેક્ટ કરી શકશે

વોશિંગ્ટન તા.૧૨: અમેરિકન ડ્રીમને બચાવનારી પોલિસીની આડમાં ટ્રમ્પની સરકાર એક પછી એક મોટા નિર્ણયો લઈ રહી છે. હાલમાં જ આ ટૂરિસ્ટ માટે માઠા સમાચાર આવ્યા છે, જે અમેરિકા જઈને બાળકો પેદા કરવાનું વિચારી રહ્યા છે. હવે અમેરિકી દૂતાવાસ અધિકારીઓ પાસે એટલો પાવર હશે કે જો તેમને દાળમાં કંઈક કાળું લાગ્યું તો તેઓ વિઝા એપ્લિકેશન રિજેક્ટ કરી શકશે. હાલમાં જ ભારતમાં અમેરિકી દૂતાવાસે તેના વિશે ખુલાસો કરતા એક સ્ટેટમેન્ટ જાહેર કરી દીધું છે.
અમેરિકી એમ્બેસી દ્વારા જાહેર કરવામાં આવેલા આ સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે યુએસ દૂતાવાસ અધિકારી ટૂરિસ્ટ વિઝા એપ્લિકેશનને અસ્વીકાર કરી દેશે, જો તેમને એવું લાગે કે ટ્રાવેલનો પ્રાઈમરી ઉદ્દેશ્ય બાળકોને અમેરિકી નાગરિકતા અપાવવા માટે સંયુક્ત રાજ્ય અમેરિકામાં જન્મ આપવાનો છે. આ અનુમતિ નથી. જો કે એક અધિકારીના વિવેક પર વિઝા રિજેક્ટ કરવાનું ફરમાન લોકોને પસંદ નથી આવી રહ્યું. કેટલાય લોકોએ તેને એમ્બેસીની પોસ્ટ પર કોમેન્ટ કરતા ચિતા વ્યક્ત કરી છે.
આપને જણાવી દઈએ કે, અમેરિકામાં બાળકોને જન્મ આપનારા પર્યટકોને ૧૪મા સંશોધન અંતર્ગત ફાયદો મળે છે. તેમના બાળકોને ઓટોમેટિક નાગરિકતા મળી જતી હોય છે, જેમાં એક નાગરિકવાળા તમામ અધિકાર સામેલ છે. જો કે તેને વિઝા ફ્રોડ માનવામાં આવે છે અને પેરેન્ટ્સને ભારે ભરખમ કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. ભવિષ્યમાં તેમની એન્ટ્રી પણ પ્રતિબંધિત થઈ શકે છે.
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
