News of Saturday, 6th December 2025
અદાણી જૂથ હવે પેરુમાં રોકાણ કરશે: ગુજરાતના કોપર પ્લાન્ટ માટે કાચું મટિરિયલ મેળવવા તૈયારી: પેરુ વિશ્વમાં તાંબાનું ઉત્પાદન કરતો ત્રીજો સૌથી મોટો દેશ
આ વ્યૂહાત્મક પગલાંથી ભારતની તાંબાની આયાત પર નિર્ભરતા ઘટશે અને ઘરેલુ ઉત્પાદનને વેગ મળશે.

ભુજ: ગુજરાતના કચ્છમાં મુન્દ્રા ખાતે સ્થપાયેલા વિશાળ કોપર સ્મેલ્ટર પ્લાન્ટ માટે કાચા માલની સુરક્ષા સુનિશ્ચિત કરવા અદાણી જૂથ વિદેશમાં મોટા પાયે વિસ્તરણ કરી રહ્યું છે. અહેવાલો મુજબ, અદાણી એન્ટરપ્રાઈઝિસ દક્ષિણ અમેરિકાના દેશ પેરુમાં તાંબાની ખાણોમાં રોકાણ કરવા સક્રિયપણે તપાસ કરી રહ્યું છે. પેરુ વિશ્વમાં તાંબાનું ઉત્પાદન કરતો ત્રીજો સૌથી મોટો દેશ છે.
અદાણી જૂથે કચ્છમાં ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના જંગી રોકાણ સાથે વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો છે. આ પ્લાન્ટને કાર્યરત રાખવા માટે મોટા પાયે કોપર કોન્સન્ટ્રેટની જરૂરિયાત રહેલી છે. આ જરૂરિયાતને પહોંચી વળવા અને સપ્લાય ચેઈન મજબૂત કરવા માટે કંપની પેરુમાં તાંબાની અસ્કયામતો ખરીદવા વિચારી રહી છે. આ વ્યૂહાત્મક પગલાંથી ભારતની તાંબાની આયાત પર નિર્ભરતા ઘટશે અને ઘરેલુ ઉત્પાદનને વેગ મળશે.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
