News of Thursday, 4th December 2025
મહિલાએ એક સાથે ૪ બાળકોને આપ્યો જન્મ
ડોક્ટર્સ પણ દંગ રહી ગયાઃ માતા અને બાળકો એકદમ સુરક્ષિત છે અને આખા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે

ઇન્દોર,તા.૦૪: ઇન્દોરની ક્લોથ માર્કેટ હોસ્પિટલમાં એક મહિલાએ ૪ બાળકોને જન્મ આપ્યો છે. જોકે, માતા અને બાળકો એકદમ સુરક્ષિત છે, અને આખા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ આ કિસ્સો સમગ્ર હોસ્પિટલમાં ચર્ચાનો વિષય બન્યો છે. જાણો શું છે કારણ?
મધ્યપ્રદેશના ઇન્દોરમાં ક્લોથ માર્કેટ હોસ્પિટલમાં એક મહિલાએ ૪ બાળકોને જન્મ આપ્યો છે. નવજાત શિશુઓમાં એક પુત્ર અને ત્રણ દીકરીઓનો સમાવેશ થાય છે. જન્મ પછી તરત જ બાળકોની ગંભીર સ્થિતિ જોઈને ડોકટરોએ તેમને વધુ સારી સારવાર માટે પ્વ્ણ્ હોસ્પિટલ રીફર કર્યા હતા. હોસ્પિટલના ડોકટરોએ જણાવ્યું હતું કે, મહિલાની ડિલિવરી સામાન્ય કરતાં વધુ જાટિલ હતી, પરંતુ તબીબી ટીમે સફળતાપૂર્વક ડિલિવરી કરી હતી. માતાની સાથે ચાર બાળકોને સુરક્ષિત રાખ્યા હતા. ચારેય બાળકોનું વજન ખૂબ જ ઓછું છે, જેથી તેમની સંભાળ રાખવાની જરૂર છે. જેમાંથી એક બાળકનું વજન ફક્ત ૭૦૦ ગ્રામ છે.
ક્લોથ માર્કેટ હોસ્પિટલના ડોક્ટરોની ટીમ બાળકોની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. પરિવારને શક્ય તેટલો બધો સહયોગ આપવામાં આવી રહ્યો છે. માતાની સ્થિતિ હાલમાં સ્થિર છે. ચાર બાળકોનો જન્મ હોસ્પિટલ કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો બીજી તરફ, આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.
ક્લોથ માર્કેટ હોસ્પિટલના ડો. રિતેશ પાલિયાએ જણાવ્યું હતું કે, મહિલાએ ચાર બાળકોને જન્મ આપ્યો છે, જેમાં એક છોકરો અને ત્રણ છોકરીઓનો સમાવેશ થાય છે. માતા અને બાળકો બંને સ્વસ્થ છે, પરંતુ બાળકો થોડા નબળા છે. એક બાળકનું વજન ૭૦૦ ગ્રામ, બીજાનું વજન ૧ કિલો ૪૦૦ ગ્રામ, ત્રીજાનું વજન લગભગ ૧ કિલો ૨૦૦ ગ્રામ અને ચોથાનું વજન ૧ કિલો ૩૬૫ ગ્રામ છે. તેમને વધુ સારવાર માટે મોટા કેન્દ્ર (MTH હોસ્પિટલ)માં રીફર કરવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ વર્ષે સપ્ટેમ્બરમાં સતારામાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. મહારાષ્ટ્રના સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકામાં કાજલ નામની એક મહિલાએ પણ ચાર બાળકોને જન્મ આપ્યો હતો. મહિલાની ઉંમર એ સમયે ૨૭ વર્ષની હતી, કાજલે પણ ત્રણ છોકરીઓ અને એક છોકરાને જન્મ આપ્યો હતો. જોકે, બધા બાળકો સ્વસ્થ હતા. આヘર્યજનક વાત એ છે કે, જ્યારે કાજલ પાંચ વર્ષ પહેલાં પહેલી વાર ગર્ભવતી થઈ, ત્યારે તેણે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.(૪૦.૪)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
