તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 3rd December 2025
આંધ્ર પ્રદેશમાં અનોખી પરંપરા : દુલ્હન છોકરાની જેમ સજે અને દુલ્હો છોકરીની જેમ
કેટલાંક ગામોમાં લગ્ન પહેલાં દુલ્હા અને દુલ્હનની વેશભૂષાની અદલાબદલી કરી દેવામાં આવે છે

પ્રકાશમ, તા.૩: લગ્નને લઈને જાતજાતના રીતરિવાજો દરેક પ્રાંતમાં હોય છે. જોકે આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લામાં સદીઓ જૂની પરંપરા હજી અજાણ રહી ગઈ છે. અહીંનાં કેટલાંક ગામોમાં લગ્ન પહેલાં દુલ્હા અને દુલ્હનની વેશભૂષાની અદલાબદલી કરી દેવામાં આવે છે. જે યુવકપ્રયુવતીનાં લગ્ન થવાનાં હોય તેમણે લગ્ન પહેલાં કુળદેવતાની પૂજા કરવાની હોય છે. સ્થાનિકોનું માનવું છે કે કુળદેવતાની પૂજા માટે જો વ્યક્તિ પોતાનું સ્વરૂપ બદલી નાખે તો એ સૌભાગ્ય લાવે છે. આ માટે દુલ્હો જાણે દુલ્હન હોય એમ સાડી, ઘરેણાં અને મેકઅપ કરીને તૈયાર થાય છે, જ્યારે દુલ્હન દુલ્હાની જેમ કુરતો/ શર્ટ અને પૅન્ટ પહેરે છે. કોલુકુલા ગામના યેરાગોંડાપાલેમ મંડલ સમાજનાં દુલ્હા-દુલ્હનો લગ્ન પહેલાંના દિવસે વેશભૂષાની અદલાબદલી કરીને સાથે સરઘસ કાઢે છે અને તેમના ઇષ્ટ દેવતાની પૂજા કરે છે. સ્વરૂપ બદલીને કરાયેલી કુળદેવતાની પૂજાથી તેમનું લગ્નજીવન ખૂબ સારું રહે છે એવું મનાય છે. પૂજા પછી લગ્નની વિધિ નૉર્મલ કપડાંમાં જ થાય છે. આજે આધુનિક સમયમાં પણ સદીઓ જૂની આ પરંપરા હજીયે ગામમાં નિભાવાય છે
(3:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
