<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત ભયજનક સપાટીએ: ફરી એકવાર રાજધાનીમાં સ્મોગની ચાદર છવાઈ

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ફરી એકવાર હવાની ગુણવત્તા કથળી છે અને સમગ્ર શહેર ગાઢ સ્મોગની ચાદરમાં લપેટાઈ ગયું છે.શિયાળાની શરૂઆત સાથે જ પ્રદૂષણના સ્તરમાં થયેલા વધારાને કારણે લોકોનો શ્વાસ રૂંધાઈ રહ્યો છે અને વિઝિબિલિટીમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના આંકડા મુજબ, દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) ગંભીર શ્રેણીમાં પહોંચી ગયો છે. વાહનોના ધુમાડા, બાંધકામની રજકણ અને પડોશી રાજ્યોમાં પરાલી સળગાવવાની ઘટનાઓને કારણે સ્થિતિ વધુ વણસી છે. ડોક્ટરોએ બાળકો અને વૃદ્ધોને સવારે બહાર નીકળવાનું ટાળવાની સલાહ આપી છે. 

સરકાર દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન હેઠળ કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે, પરંતુ સ્મોગની સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો નથી. ધુમ્મસ અને પ્રદૂષણના મિશ્રણને કારણે દિલ્હીવાસીઓને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

(11:44 AM IST)