<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

ભારે કરી! સ્‍કૂલે જવાનું કહીને નીકળેલી છોકરી પ્રેમીના ઘરે પહોંચી

ગામ લોકોએ છોકરી અને છોકરા બંનેને પકડી લીધા અને પછી તેમના લગ્ન કરાવી દીધા

જમુઈ,તા.૦૩:  બિહારના જમુઈ જિલ્‍લામાં એક ગામની છોકરી પોતાના ઘરેથી એવું કહીને નીકળી કે તે સ્‍કૂલે જઈ રહી છે, પણ સ્‍કૂલ જવાની જગ્‍યાએ તે રાતના અંધારામાં પોતાના પ્રેમીના ઘરે પહોંચી ગઈ. પણ તેનું નસીબ એટલું ખરાબ હતું કે તેના પ્રેમીના ગામ લોકોએ તેને પકડી લીધી. પછી ગામલોકોએ જે કર્યું તે આખી ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

આ કિસ્‍સો જમુઈ જિલ્‍લાના એક ગામમાંથી સામે આવ્‍યો છે. જ્‍યાં સોનો વિસ્‍તારની રહેવાસી એક છોકરી પોતાના પ્રેમીને મળવા ગિદ્ધોર વિસ્‍તારના અલખપુરા ગામમાં પહોંચી ગઈ હતી. છોકરી ત્‍યાં જતાં ગામલોકોએ છોકરી અને છોકરા બંનેને પકડી લીધા અને પછી તેમના લગ્ન કરાવી દીધા. લગ્નનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાય છે કે કેવી રીતે ગામલોકોએ બંનેને લગ્ન કરાવી દીધા.

આપને જણાવી દઈએ કે, લગ્નનો જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, તેમાં દેખાઈ રહ્યું છે કે યુવકની ઓળખ જમુઈ જિલ્‍લાના ગિદ્ધોર વિસ્‍તારના અલખપુરા ગામના ગોવર્ધન યાદવના દીકરા શિવેન્‍દ્ર કુમાર તરીકે થઈ છે. જ્‍યારે યુવતીની ઓળખ સોનો પ્રખંડ વિસ્‍તારના ઔરૈયા રહેવાસી સંજય યાદવની દીકરી જ્‍યોતિ કુમારી તરીકે થઈ છે. આપને જણાવી દઈએ કે, બંને એકબીજાને ખૂબ જ લાંબા સમયથી પ્રેમ કરતા હતા.

ત્‍યારે આવા સમયે છોકરી બે દિવસ પહેલા સ્‍કૂલે જવાનું કહીને ઘરેથી નીકળેલી જ્‍યોતિ પોતાના ઘરેથી ભાગી ગઈ અને પોતાના પ્રેમી શિવેન્‍દ્ર કુમારના ઘરે ગિદ્ધોરના ગામડે જઈ પહોંચી હતી. આ દરમ્‍યાન ગામની શાળામાં શિવેન્‍દ્રે પોતાની પ્રેમિકાને છુપાવી દીધી. આખી રાત તે ગામની સ્‍કૂલમાં છુપાઈને રહી, પણ આ વાતની જાણ ગામના લોકોને થઈ ગઈ અને સ્‍કૂલે જઈને પ્રેમિકાને પકડી લીધી. આ દરમ્‍યાન મોટી સંખ્‍યામાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ.

આ દરમ્‍યાન ગામના લોકોએ પ્રેમી-પ્રેમિકાને પકડી લીધા. ત્‍યાર બાદ બંનેને લગ્ન કરાવવાનો નિર્ણય લીધો. જો કે પ્રેમી શિવેન્‍દ્ર લગ્ન કરવાની ના પાડતો રહ્યો. પણ ગામલોકોએ બંનેના પરિવારને બોલાવી લીધા અને ગામના મંદિરમાં લગ્ન કરાવી દીધા. આ દરમ્‍યાન શિવેન્‍દ્ર સતત ના પાડતો રહ્યો. તેમનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં શિવેન્‍દ્ર રડી રહ્યો છે, પણ ગામલોકોએ તેની એક વાત માની નહીં અને પ્રેમિકાની માંગમાં સિદૂર ભરાવી દીધું.

રડતા રડતાં તે લગ્ન કરવાની ના પાડતો રહ્યો. કહેવાય છે કે ગામલોકોના નિર્ણય બાદ બંનેના લગ્ન તેમના પરિવારની મરજીથી થયા. તો વળી આ સમગ્ર મામલે પોલીસ દીનાનાથ સિહે કહ્યું કે, આ મામલામાં કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ મળી નથી. તેમનું કહેવું છે કે જો ફરિયાદ મળશે તો કાનૂની કાર્યવાહી કરવામાં આવશે

(10:10 AM IST)