<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

મુંબઈ સેન્ટ્રલ પર ટ્રેક રિન્યૂઅલના મેજર બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ટ્રેનને અસર

મુંબઈ સેન્ટ્રલ પ્લેટફોર્મ-૪ પરના કાર્યને પગલે ટ્રેન નંબર ૨૨૯૪૬ ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ આગામી ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી દાદર સ્ટેશન પર થશે શોર્ટ-ટર્મિનેટ : ટ્રેન દાદર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે આંશિક રીતે રદ રહેશે

રાજકોટ, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૫ : પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના પ્લેટફોર્મ ક્રમાંક ૪ પર કમ્પ્લીટ ટ્રેક રિન્યૂઅલ (સંપૂર્ણ ટ્રેક નવીનીકરણ) કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેના કારણે લાંબો બ્લોક લેવામાં આવ્યો છે. આ બ્લોકના સંચાલકીય કારણોસર રાજકોટ ડિવિઝનની એક મહત્ત્વની ટ્રેનને અસર થઈ છે.
પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના જનસંપર્ક કાર્યાલય દ્વારા અપાયેલી માહિતી મુજબ, ટ્રેન ક્રમાંક ૨૨૯૪૬ ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ તાત્કાલિક અસરથી ૨૧ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી ઓખાથી પ્રસ્થાન કર્યા બાદ દાદર સ્ટેશન પર શોર્ટ-ટર્મિનેટ થશે. આનો અર્થ એ છે કે આ ટ્રેન દાદર અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ રહેશે, જેના કારણે મુંબઈ સેન્ટ્રલ સુધી મુસાફરી કરનારા યાત્રીઓને દાદર સ્ટેશન સુધી જ સેવા મળી શકશે.
રેલવે દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે ટ્રેનોના સ્ટોપેજ, કોચ સંરચના, સમય વગેરેની વિગતવાર માહિતી માટે ઇન્ડિયન રેલવેની સત્તાવાર વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર ઉપલબ્ધ માહિતીનો અવલોકન કરીને જ પ્રવાસનું આયોજન કરવું.

 

(10:24 AM IST)