News of Tuesday, 2nd December 2025
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની વ્યક્તિગત, તથા રાજકીય સફર અને નૈઋત્વશૈલીની અનેરી તુલના
મોદી છે ૭૫ વર્ષીય તો પુતિન છે ૭૩ વર્ષીય નવજુવાન, વિશ્વના અનેક દેશો અને નાટો જેવા સંગઠનો ને ટક્કર આપે છે મોદી અને પુતિન કોઈ યોગા થી ફિટ છે તો કોઈ માર્શલ આર્ટ થી બંનેનુ મજબૂત કેન્દ્રીય નેતૃત્વ, રાષ્ટ્રવાદ પર ભાર, આંતરરાષ્ટ્રીય રાજનીતિ માં ઊંચો પ્રભાવ........ઝૂકતા નહી......

(જીતેન્દ્ર રૂપારેલિયા)વાપીઃ રશિયા ના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે જો આપણે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને પુતિનની વ્યક્તિગત, રાજકીય સફર અને નેતૃત્વ શૈલીની તુલના જોઈએ તો...
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને વ્લાદિમિર પુતિન ,બંને વિશ્વ રાજકારણમાં મહત્વની નેતાગીરી ધરાવતા નેતા ઓ છે, આમતો બંને ની તુલના કરવી કઠિન છે પરંતુ ઘણી બધી વસ્તુઓ સામ્યાયત ઓ જોવા મળે છે.
નરેન્દ્રભાઈ મોદીનો જન્મ ૧૭ મી સપ્ટેમ્બર ૧૯૫૦ના રોજ ગુજરાતના વડનગર ખાતે થયો હતો, તેવો ૨૦૦૧ થી ૨૦૧૪ સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા અને વર્ષ ૨૦૧૪ થી દેશના વડાપ્રધાન છે, તેમનો રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટી છે,પ્રા પ્રારંભમાં આર એસ એસમાં જોડાયા હતા, તેમની નેતૃત્વ શૈલી લોકપ્રિય અને જનસમર્થન આધારિત છે, નેબર હૂડ ફર્સ્ટની વિદેશ નીતિ માં માનનારા મોદીની છબી ખુબજ લોકપ્રિય છે, તેવો ખૂબ જ સક્રીય રહે છે, સોશિયલ મીડિયા પર નરેન્દ્રભાઈ સૌથી વધુ સક્રીય રહે છે.
જ્યારે પુતિનનો જન્મ ૭ મી ઓક્ટોબર ૧૯૫૨ના રોજ લેન્ન્ગ્રેડ (હાલ નુ સેન્ટ પીટર્સબર્ગ ) ખાતે, તેવો રશિયાના વડાપ્રધાન પણ રહી ચુક્યા છે અને હાલ રાષ્ટ્રપતિ છે, તેમનો રાજકીય પક્ષ છે યુનાઈટેડ રશિયા પાર્ટી તેવો અગાઉ સુરક્ષા એજન્સી સાથે સંકળાયેલ હતા, તેમનું પ્રજાજનો ઉપરાંત લશ્કર ઉપર ખાસ્સું પ્રભુત્વ છે, આમતો પુતિન વિશ્વ માટે મલ્ટી પોલર ગણાય છે પરંતુ પヘમિ ના વિરુદ્ધ ગણાય છે, તેમનું મુખ્ય ધ્યેય સુરક્ષા મજબૂત બનાવી રશિયન પ્રભાવ મજબૂત બનાવવો, રશિયા સહિત વિશ્વભર ના મોટાભાગ ના દેશો માં તેમની છબી મજબૂત નેતા તરીકે જોવાય છે, રાષ્ટ્રીય સુરક્ષા આધારિત તેમની લોકપ્રિયતા છે, તેમનો સ્વભાવ છે ઓછું બોલવું અને વધુ કામ કરી બતાવવું, તેવો બહુ ઓછા ભાષણો આપતા હોય છે, તેમ સોશિયલ મીડિયામાં ઓછા જોવા મળે છે, તેમની ગણના એક રહસ્યમય વ્યક્તિ તરીકે પણ કરાય છે, તેમના નિર્ણયો ખૂબ જ અંગત રાખે છે.
મોદી અને પુતિન વચ્ચેની
મુખ્ય સામ્યતાઓ
ઞ્જ મજબૂત અને કેન્દ્રિત નેતૃત્વ
બંને ‘‘મજબૂતલીડર'' તરીકે ઓળખાય છે. સરકારના મોટા નિર્ણયો પોતે લેતાં અને કેન્દ્રિય નિયંત્રણ વધુ પસંદ કરે છે.
ઞ્જ રાષ્ટ્રીયતા પર ભાર
દેશની સંપ્રભુતા, સુરક્ષા, અને રાષ્ટ્રીય સ્વાભિમાનને પ્રથમ સ્થાન.રાષ્ટ્રવાદી વિચારસરણી એમની રાજનીતિનું મુખ્ય કેન્દ્ર છે.
ઞ્જ લોકપ્રિયતા અને પ્રચાર
મોટા પ્રમાણમાં લોકસમર્થન.
મિડિયા અને સંદેશાવ્યવસ્થા દ્વારા પોતાનો મજબૂત ‘‘Leadership Image'' બનાવવામાં સફળ.
ઞ્જ વૈશ્વિક મંચ પર સક્રિયતા
વિશ્વ રાજનીતિમાં પોતાની ભૂમિકા વધારવા માટે સક્રિય. Multilateral Platforms (BRICS, SCO વગેરે) માં સતત ભાગીદારી.
ઞ્જ આતંકવાદ અને સુરક્ષા મુદ્દે કડક વલણ
દેશ વિરુદ્ધની સુરક્ષા-ચુનૌતીઓ અંગે કડક નીતિઓ અપનાવતા. સેનાબળ અને ડિફેન્સ-ક્ષેત્રે બહોળું રોકાણ.
ઞ્જ અર્થતંત્રમાં સ્વાવલંબનનું ધ્યેય
‘‘Make in India'' મોદી ‘‘Import-Substitution / Economic Sovereignty'' પુતિન દેશની આંતરિક ઉત્પાદન ક્ષમતા વધારવા પ્રયત્નશીલ.
ઞ્જ લાંબી રાજકીય અસર
પોતાના દેશની રાજકીય રચના અને નીતિઓ પર લાંબો પ્રભાવ.
ઞ્જ વ્યક્તિગત મિત્રતા અને વિશ્વાસ
દ્વિપક્ષીય મુલાકાતો દરમિયાન ઊંડો વ્યક્તિગત સંબંધ દેખાયો. ઘણી ચર્ચાઓમાં ઔપચારિકતા કરતાં ‘‘વ્યક્તિગત આત્મીયતા વધુ જોવા મળે છે.
મોદી અને પુતિન બંને નેતાઓ પોતાના દેશની વિકાસ-યાત્રામાં મજબૂત અને આત્મવિશ્વાસી નેતૃત્વનું પ્રતિક છે.
એમની રાજનીતિના માર્ગો ક્યારેક અલગ હોઈ શકે, પરંતુ રાષ્ટ્રહિત, સુરક્ષા, અને આંતરરાષ્ટ્રીય પ્રભાવ આ ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં એમની વિચારસરણી ઘણી હદ સુધી સમાન છે.
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
