<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd December 2025

ગૂગલના પિક્‍સેલ ફોનમાં એડિટ અને ડિલીટ કરાયેલા મેસેજ કર્મચારીના બોસને મોકલી શકાશે

આ સુવિધા ઓફિસોને શિસ્‍તપાલન પૂરી કરવામાં મદદ કરે છે. આ સુવિધા SMS અને MMS મેસેઝ માટે પણ સુસંગત છે.

મુંબઇ તા.૨: ગૂગલે પિક્‍સેલ ફોન માટે એક નવું ફીચર શરૂ કર્યું છે જે અંતર્ગત બોસને કર્મચારીઓના મેસેજ મોકલવામાં આવી શકશે. આ મેસેજ ડિલીટ કરાયા હોય અથવા એડિટ કરાયા હોય તો પણ બોસને મોકલી શકાશે. આ સુવિધા મુખ્‍યરૂપે ઓફિસના કામ માટે વાપરવા માટે પિક્‍સેલ ફોન પર લાગુ પડે છે. ગૂગલના પિક્‍સેલ ફોન પરના RCS (રિચ કમ્‍યુનિકેશન સર્વિસિસ) મેસેજ માટે આ નવીનતમ સુવિધા શરૂ કરાઈ છે જેમાં બોસને તેમના કર્મચારીઓના મેસેજ એક્‍સેસ કરવાની મંજૂરી આપશે. ગૂગલે કહ્યું હતું કે આ સુવિધા ઓફિસોને શિસ્‍તપાલન પૂરી કરવામાં મદદ કરે છે. આ સુવિધા SMS અને MMS મેસેઝ માટે પણ સુસંગત છે.

(9:51 AM IST)