તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Monday, 1st December 2025
નરેન્દ્રભાઈનો વિપક્ષ પર પ્રહારઃ તેઓ ૧૦ વર્ષથી જે રમત રમી રહ્યા છે, તેને દેશ સ્વીકાર કરતો નથીઃ હારની હતાશાને કારણે સંસદને રાજકીય ડ્રામાનું સ્થળ ન બનાવવું જોઈએ

નવીદિલ્હીઃ શિયાળુ સત્ર શરૂ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, વિપક્ષ છેલ્લા ૧૦ વર્ષથી જે રમત રમી રહ્યો છે, તેને હવે દેશ સ્વીકાર કરી રહ્યો નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે સંસદ એ ચૂંટણી માટેની તૈયારી કે હાર પછીની નિરાશા વ્યક્ત કરવાનું મંચ ન હોવી જોઈએ. પીએમ મોદીએ વિપક્ષને સકારાત્મકતા સાથે સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા અને જનતાના હિતના મજબૂત મુદ્દાઓ પર ચર્ચા કરવા વિનંતી કરી.
વડાપ્રધાનનું આ નિવેદન હાલમાં જ પૂર્ણ થયેલી ચૂંટણીઓમાં વિપક્ષને મળેલા પરિણામો અને સંસદીય કાર્યમાં વારંવાર આવતા અવરોધોના સંદર્ભમાં આવ્યું છે
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
