<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

નરેન્દ્રભાઈનો વિપક્ષ પર પ્રહાર: "તેઓ ૧૦ વર્ષથી જે રમત રમી રહ્યા છે, તેને દેશ સ્વીકાર કરતો નથી": હારની હતાશાને કારણે સંસદને રાજકીય 'ડ્રામા'નું સ્થળ ન બનાવવું જોઈએ

નવીદિલ્હી: શિયાળુ સત્ર શરૂ થવાના અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, "વિપક્ષ છેલ્લા ૧૦ વર્ષથી જે રમત રમી રહ્યો છે, તેને હવે દેશ સ્વીકાર કરી રહ્યો નથી." તેમણે સ્પષ્ટ કર્યું કે સંસદ એ ચૂંટણી માટેની તૈયારી કે હાર પછીની નિરાશા વ્યક્ત કરવાનું મંચ ન હોવી જોઈએ. પીએમ મોદીએ વિપક્ષને સકારાત્મકતા સાથે સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા અને જનતાના હિતના મજબૂત મુદ્દાઓ પર ચર્ચા કરવા વિનંતી કરી. 

વડાપ્રધાનનું આ નિવેદન હાલમાં જ પૂર્ણ થયેલી ચૂંટણીઓમાં વિપક્ષને મળેલા પરિણામો અને સંસદીય કાર્યમાં વારંવાર આવતા અવરોધોના સંદર્ભમાં આવ્યું છે.

 

(1:47 PM IST)