<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

પિતા અને ભાઈએ હત્‍યા કરતા યુવતીએ પ્રેમીના મૃતદેહ સાથે લગ્ન કર્યાં

મૃતદેહનો હાથ ઉંચકી પોતાના માથે સિંદૂર પૂર્યું : મહારાષ્ટ્રના નાંદેડની ચકચારભરી ઘટના યુવક અલગ જાતિનો હોવાથી ગોળી મારી દેવાઇ

મુંબઈ તા. ૧: નાંદેડમાં ઓનર કિલિગની ઘટનામાં અલગ જાતિના યુવક સાથે પ્રેમમાં પડેલી યુવતીના પિતા તથા ભાઈએ યુવકની ગોળી મારીને તથા પથ્‍થર ફટકારીને હત્‍યા કરી હતી. જોકે, બાદમાં પ્રેમિકાએ તેના મૃત પ્રેમીના ઘરે જઈને અંતિમ સંસ્‍કાર પહેલાં પીડીતના મૃતદેહના હાથે પોતાના માથામાં સિદૂર પૂરીને લગ્ન કર્યાં હતાં. તેણે હવે પ્રેમીના ઘરે જ રહેવાનો ફેંસલો જાહેર કર્યો હતો અને પ્રેમીની હત્‍યા બદલ તેના પિતા અને બંને ભાઈઓને ફાંસીની સજા મળે તેવી માંગ કરી હતી.

નાંદેડના જૂના ગંજ વિસ્‍તારનો યુવક સક્ષમ ટેટે તેના મિત્ર સાહિલ મામી દ્વારના ઘરે આવતો જતો હતો તે દરમિયાન તેનો પરિચય સાહિલની ૨૧ વર્ષીય બહેન આંચલ સાથે થયો હતો. બંને પ્રેમમાં પડ્‍યાં હતાં. છેલ્‍લાં ત્રણ વર્ષથી બંને વચ્‍ચે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતો.

જો કે, આંચલના પરિવારને સક્ષમ અને આંચલના પ્રેમ સંબંધની જાણ થયા બાદ તેમણે આ સંબંધનો વિરોધ કર્યો હતો. સક્ષમ અલગ જાતિનો યુવક હોવાથી પરિવારને આંચલ તેની સાથે લગ્ન કરે તે મંજૂર ન હતું. જો કે, પરિવારના વિરોષ છતાં પણ સક્ષમ અને આંચલ મળતા રહેતા હતાં. દરમિયાન, તાજેતરમાં સક્ષમ આર્મ્‍સ એકટના એક કેસમાં જેલમાંથી છૂટયા બાદ આંચલના પિતા અને બંને ભાઈઓએ હત્‍યાનું કાવતરુ થયું હતું.

ગત ગુરુવારે સાંજે ૫.૩૦ વાગ્‍યાની આસપાસ સક્ષમને જૂના ગંજ વિસ્‍તારમાં બોલાવવામાં આવ્‍યો હતો. અહીં ૪૫ વર્ષીય ગજાનન મામિલદ્વારા, સાહિલ તથા તેનો ભાઈ હિમેશ અને અન્‍ય ત્રણ જયશ્રી ઠાકુર, સોમાશ લાખે અને વેંદાતે પહેલેથી જ હાજર હતા. આ સમયે હિમેશ મામલીદ્વાર અને સક્ષમ વચ્‍ચે ઝઘડો થયો હતો. તમામ આરોપીઓએ સક્ષેમ પર હુમલો કર્યો હતો અને તેને નિર્દયતાથી માર માર્યો હતો

 

(9:50 AM IST)