News of Sunday, 30th November 2025
ડિસેમ્બરમાં 17 દિવસ બંધ રહેશે બેંકોઃ જાણી લો હોલિડે લિસ્ટ
રાજયો પ્રમાણે અલગ-અલગ રજાઓ રાખવામાં આવે છે

નવી દિલ્હીઃ નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે, અને ડિસેમ્બર આવતી કાલથી શરૂ થઈ રહ્યો છે. ત્યારે ડિસેમ્બરમાં બેંક હોલિડે લિસ્ટ પણ સામે આવી ગયું છે. RBIના ડિસેમ્બર હોલિડે કેલેન્ડર પ્રમાણે, ક્રિસમસ અને નવા વર્ષ સહિત આગામી તહેવારોને લઈને બેંકોમાં રજાઓ રહેશે. ડિસેમ્બરમાં આ રજાઓ રાજ્ય પ્રમાણે અલગ-અલગ હશે.
ડિસેમ્બર 2025માં, રાજ્ય સ્થાપના દિવસ, સ્વદેશી શ્રદ્ધા દિવસ, સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ દિવસ, પા ટોગન નેંગમિન્જા સંગમાની પુણ્યતિથિ, યુ સોસો થામની પુણ્યતિથિ, ગોવા મુક્તિ દિવસ, લોસુંગ/નમસુંગ, ક્રિસમસ ઇવ, ક્રિસમસ, યુ કિયાંગ નાંગબાહની પુણ્યતિથિ અને ન્યુ યર ઇવની રજાઓ રહેશે. જુદા-જુદા રાજ્યોમાં બેંકો જુદા-જુદા દિવસે બંધ રહેશે. આ તહેવારો અલગ-અલગ રાજ્યોના છે. આ રજાઓમાં વિકેન્ડ સામેલ કરવામાં નથી આવ્યા.
કયા દિવસે, કયા રાજ્યમાં રજા?
· 1 ડિસેમ્બર - અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડમાં રાજ્ય સ્થાપના દિવસ અને સ્વદેશી શ્રદ્ધા દિવસ
· 3 ડિસેમ્બર - ગોવામાં સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર્સ ડેનો તહેવાર
· 12 ડિસેમ્બર - મેઘાલયમાં પા ટોગન નેંગમિંજા સંગમાની પુણ્યતિથિ
· 18 ડિસેમ્બર - મેઘાલયમાં યુ સોસો થામની પુણ્યતિથિ, છત્તીસગઢમાં ગુરુ ઘાસીદાસ જયંતી
· 19 ડિસેમ્બર - ગોવામાં ગોવા મુક્તિ દિવસ
· 22 ડિસેમ્બર - સિક્કિમમાં લુસુંગ/નમસુંગ ફેસ્ટિવલ
· 24 ડિસેમ્બર - મેઘાલય અને મિઝોરમમાં ક્રિસમસ ઇવ સેલિબ્રેશન
· 25 ડિસેમ્બર - સમગ્ર ભારતમાં ક્રિસમસને કારણે બેંકો બંધ રહેશે
· 26 ડિસેમ્બર - મેઘાલય, મિઝોરમ અને તેલંગાણામાં ક્રિસમસની ઉજવણી
· 27 ડિસેમ્બર - નાગાલેન્ડમાં ક્રિસમસના કારણે બેંકો બંધ રહેશે
· 30 ડિસેમ્બર - મેઘાલયમાં યુ ક્યાંગ નંગબાહ દિવસ અને સિક્કિમમાં તમુ લોસર
· 31 ડિસેમ્બર - મિઝોરમ અને મણિપુરમાં નવા વર્ષની ઉજવણી
ડિસેમ્બર 2025 દરમિયાન છ વિકેન્ડની રજાઓ રહેશે. આમાં 13 તારીખે બીજો શનિવાર અને 27 તારીખે ચોથો શનિવાર હોવાને કારણે બેંકોમાં રજા રહેશે. 7, 14, 21 અને 28 તારીખે રવિવાર હોવાથી રજા રહેશે. આ રજાઓ સમગ્ર ભારતમાં લાગુ પડશે.
(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
