News of Saturday, 29th November 2025
ઓસ્ટ્રેલિયામાં ૨૫ લાખ જંગલી બિલાડીઓને મારી નાખવાનો આદેશ: કાંગારુ સહિત મૂળ પ્રજાતિઓને બચાવવા દેશભરમાં 'મ્યાઉ સંહાર' શરૂ

ઓસ્ટ્રેલિયાની સરકારે દેશની જૈવ વિવિધતાને બચાવવા માટે અત્યંત આકરો નિર્ણય લીધો છે. ત્યાંની સરકારે દેશભરમાંથી ૨૫ લાખ જેટલી જંગલી બિલાડીઓને વીણી વીણીને મારી નાખવાનો આદેશ આપ્યો છે, કારણ કે આ બિલાડીઓ ત્યાંની સ્થાનિક પશુ-પક્ષીઓની પ્રજાતિઓ માટે મોટો ખતરો બની ગઈ છે.
ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેઓ જંગલી બિલાડીઓની વસ્તીને નિયંત્રિત કરવા માટે એક મહત્વાકાંક્ષી કાર્યક્રમ ચલાવી રહ્યા છે. આ બિલાડીઓ ઓસ્ટ્રેલિયાના મૂળ પ્રાણીઓ, જેમ કે નાના કાંગારૂ અને અન્ય પક્ષીઓ,નો શિકાર કરીને તેમની વસ્તીમાં ઘટાડો કરી રહી છે.
સરકારે નક્કી કર્યું છે કે આ બિલાડીઓને ઝેર, ફાંસલા અને ગોળીબાર દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. સરકારી આંકડા મુજબ, જંગલી બિલાડીઓ દરરોજ લાખો મૂળભૂત પક્ષીઓ અને પ્રાણીઓને મારી નાખે છે. પર્યાવરણવાદીઓ આ પગલાંને જૈવ વિવિધતાના રક્ષણ માટે જરૂરી ગણાવી રહ્યા છે, જ્યારે કેટલાક પશુ અધિકાર જૂથોએ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
