તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Thursday, 27th November 2025
ભાજપના નેતાઓ અને રાહુલ ગાંધીએ બ્લાઇન્ડ વિમેન્સ ક્રિકેટરો સાથે મુલાકાત કરી

નવી દિલ્હી : દિલ્હીના ભાજપના હેડકવાર્ટરમાં બ્લાઇન્ડ વિમેન્સ ટી-ર૦ વર્લ્ડ કપ ચેમ્પિયન ભારતીય ટીમને સન્માનિત કરવામાં આવી હતી.
મીનાક્ષી લેખી અને સંબિત પાત્રા સહિતના ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ મહિલા ટીમના પ્લેયર્સ અને સપોર્ટ-સ્ટાફને પુષ્પ આપીને સન્માનિત કર્યા હતા.
એક દિવસ પહેલા ભારતના સ્પોર્ટસ મિનિસ્ટરે પણ વર્લ્ડ કપ ચેમ્પિયન બ્લાઇન્ડ મહિલા ક્રિકેટર્સ સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ પોતાના નિવાસસ્થાને મહિલા ક્રિકેટર્સ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
