તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 26th November 2025
બિહાર હવે ટેકનોલોજી હબ બનશે: નીતીશ કુમારે રાજ્યની કાયાપલટ કરતી સંરક્ષણ કોરિડોર અને સેમિકન્ડક્ટર પાર્ક સાથે મેગા ટેક સિટીની સ્થાપનાની જાહેરાત
સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે બિહારનો પ્રવેશ અને સેમિકન્ડક્ટર જેવા ઉચ્ચ ટેકનોલોજી ઉદ્યોગોને આકર્ષવાના પ્રયાસો

પટણા: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યની કાયાપલટ કરવા માટે મહત્વકાંક્ષી જાહેરાતો કરી છે, જેમાં સંરક્ષણ કોરિડોર, સેમિકન્ડક્ટર પાર્ક અને મેગા ટેક સિટીની સ્થાપનાનો સમાવેશ થાય છે. બિહારને હવે ઔદ્યોગિક અને ટેકનોલોજીના ક્ષેત્રે અગ્રેસર બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ (જીસીસી) અને ફિટનેસ સિટી પણ બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય બિહારમાં મોટા પાયે રોજગારીનું સર્જન કરવાનો અને રાજ્યને 'ટેક હબ' તરીકે પ્રસ્થાપિત કરવાનો છે.
સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે બિહારનો પ્રવેશ અને સેમિકન્ડક્ટર જેવા ઉચ્ચ ટેકનોલોજી ઉદ્યોગોને આકર્ષવાના પ્રયાસો રાજ્યની અર્થવ્યવસ્થા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સરકાર આ માટે રોકાણકારોને ખાસ પ્રોત્સાહન આપવાની પણ યોજના ધરાવે છે.
(12:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
