તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૦ રવિવાર
News of Friday, 21st November 2025
પટનાના ગાંધી મેદાનમાં નસેલાબ ઉમટ્યો : ‘ડબલ એન્જિન સરકાર વિકસિત બિહારનું સ્વપ્ન
સાકાર કરશે': અમિતભાઈ શાહ : શપથ ગ્રહણ : બિહારમાં એનડીએ સરકારના શપથ ગ્રહણ પ્રસંગે અમિત શાહે મુખ્યમંત્રી અને મંત્રીમંડળને શુભકામના પાઠવી. : જનતાનો આભાર : છેલ્લા ૨૦ વર્ષના સુશાસન પર ભરોસો મૂકવા બદલ બિહારની જનતાનો આભાર માન્યો. : વિકાસનો કોલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકસિત બિહાર' બનાવવા માટે સરકાર વધુ ઊર્જાથી કામ કરશે તેમ જણાવ્યું.

પટના/નવી દિલ્હીઃ બિહારમાં નવી રચાયેલી એનડીએ સરકારના શપથ ગ્રહણ સમારોહ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સોશિયલ મીડિયાના માધ્યમથી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં યોજાયેલા આ ભવ્ય સમારોહ અને ત્યાં ઉમટેલી લાખોની જંગી માનવ મેદનીને તેમણે એનડીએ સરકાર પરના લોકવિશ્વાસનું પ્રતીક ગણાવ્યું હતું.
‘આ બિહારના જન-જનની સરકાર છે' : અમિતભાઈએ તેમના સંદેશમાં જણાવ્યું હતું કે, ‘આજે પટનાના ગાંધી મેદાનમાં બિહારના ખૂણે-ખૂણેથી લાખોની સંખ્યામાં લોકો એનડીએ સરકારને આશીર્વાદ આપવા ઉમટી પડ્યા છે. આ દ્રશ્ય સાબિત કરે છે કે આ બિહારના જન-જનની સરકાર છે.' તેમણે બિહારના તમામ નાગરિકોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી એનડીએ દ્વારા થઈ રહેલા વિકાસકાર્યો અને સુશાસન પર જનતાએ જે અતૂટ વિશ્વાસ મૂક્યો છે તે બદલ તેઓ બિહારવાસીઓના આભારી છે.
નવી ટીમને શુભકામનાઓ : કેન્દ્રીય ગૃહમંત્રીએ બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર નીતીશ કુમાર, તેમજ ઉપમુખ્યમંત્રી તરીકે જવાબદારી સંભાળનાર સમ્રાટ ચૌધરી અને વિજય સિંહાને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત મંત્રી પરિષદમાં સામેલ થયેલા તમામ નવનિયુક્ત મંત્રીઓને પણ તેમણે અભિનંદન આપ્યા હતા.
વિકસિત બિહારનો સંકલ્પ
ભવિષ્યની રૂપરેખા આપતા તેમણે ઉમેર્યું હતું કે, ‘આ ડબલ એન્જિન સરકાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત બિહાર'ના વિઝનને સાકાર કરવા માટે કટિબદ્ધ છે. સરકાર હવે પહેલા કરતાં પણ વધુ ઊર્જા સાથે કામ કરશે અને સમાજના તમામ વર્ગો સુધી વિકાસના કાર્યો પહોંચાડશે.'
(1:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
