News of Friday, 21st November 2025
દરિયાઈ જહાજો માટેના નિયમોમાં ધરખમ ફેરફાર: ગૃહ મંત્રાલયે જૂની પ્રથા નાબૂદ કરી
હવેથી ભારતીય જહાજો માટે 'સાઈન-ઓન', 'સાઈન-ઓફ' અને 'શોર લીવ પાસ' (એસએલપી)ની જરૂરિયાત રહેશે નહીં.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભારતીય જળસીમામાં કાર્યરત જહાજો અને નાવિકો માટે દાયકાઓ જૂના જટિલ નિયમોને રદ કરીને મોટી રાહત આપી છે. હવેથી ભારતીય જહાજો માટે 'સાઈન-ઓન', 'સાઈન-ઓફ' અને 'શોર લીવ પાસ' (એસએલપી)ની જરૂરિયાત રહેશે નહીં.
દરિયાઈ વ્યાપાર અને શિપિંગ ઉદ્યોગને વેગ આપવા માટે કેન્દ્ર સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે જાહેર કર્યું છે કે જે ભારતીય જહાજો માત્ર ભારતીય જળસીમામાં જ કાર્યરત છે, તેમના ક્રૂ મેમ્બર્સ (નાવિકો) માટે હવેથી જટિલ પેપરવર્કની જરૂર રહેશે નહીં. અગાઉ નાવિકોએ જહાજ પર ચડતી વખતે (સાઈન-ઓન) અને ઉતરતી વખતે (સાઈન-ઓફ) તેમજ કિનારા પર જવા માટે (શોર લીવ પાસ) પોલીસ અને ઈમિગ્રેશન ક્લિયરન્સ લેવું પડતું હતું.
આ પ્રક્રિયા ખૂબ સમય માંગી લેતી હતી અને શિપિંગ કંપનીઓ તથા કર્મચારીઓ માટે મુશ્કેલીરૂપ હતી. હવે આ દાયકાઓ જૂની પ્રથા નાબૂદ થવાથી કોસ્ટલ શિપિંગ (દરિયાકાંઠાના પરિવહન)ને મોટું પ્રોત્સાહન મળશે અને કામગીરી વધુ ઝડપી અને સરળ બનશે. આ નિર્ણય મર્ચન્ટ શિપિંગ એક્ટ હેઠળ નોંધાયેલા તમામ ભારતીય જહાજોને લાગુ પડશે.
(1:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
