News of Thursday, 20th November 2025
અલ ફલાહ યુનિવર્સિટીનું અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટ સાથે કનેક્શન : તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા
શાદાબ બેગે વિસ્ફોટ પહેલા શહેરની રેકી કરી હતી અને ત્રણ ટીમો સાથે મળી લોજીસ્ટિક્સ, IED ફિટિંગ તેમજ બેગ બોમ્બ તૈયાર કરવાની જવાબદારીઓ સંભાળી હતી.

અમદાવાદ : દિલ્લી આતંકી બ્લાસ્ટ કેસની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. અલ ફલાહ યુનિવર્સિટીનું અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટ (2008) સાથે મહત્વપૂર્ણ કનેક્શન સામે આવ્યું છે. આરોપી મિર્ઝા શાદાબ બેગ, જે 2007માં અલ ફલાહ એન્જિનિયરિંગ કોલેજમાં બી.ટેકનો અભ્યાસ કરતો વિદ્યાર્થી હતો, તે 2008નાં અમદાવાદ હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવનાર હોવાનું બહાર આવ્યું છે.
શાદાબ બેગે વિસ્ફોટ પહેલા શહેરની રેકી કરી હતી અને ત્રણ ટીમો સાથે મળી લોજીસ્ટિક્સ, IED ફિટિંગ તેમજ બેગ બોમ્બ તૈયાર કરવાની જવાબદારીઓ સંભાળી હતી. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સુરત અને જયપુરના આતંકી વિસ્ફોટનાં ષડયંત્રોમાં પણ તેનું જડબેસલાક સંકળાણ હોવાનું બહાર આવ્યું છે. 2008માં ઈન્ડિયન મુજાહિદ્દીન નેટવર્કના પર્દાફાશ બાદ મિર્ઝા શાદાબ બેગ ફરાર થઈ ગયો હતો અને તાજેતરની તપાસમાં ફરી તેનું નામ ચર્ચામાં આવ્યું છે.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
