<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

અમેરિકાથી આવશે 22 લાખ ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ!: સસ્તા અને સુરક્ષિત સિલિન્ડર માટે ભારતનો 'ગેસ' માસ્ટરપ્લાન

PM મોદીની નીતિથી ગ્રાહકોને રાહત: નાગરિકોને LPG નો સુરક્ષિત અને સસ્તો પુરવઠો પૂરો પાડવા માટે તેના સોર્સિંગમાં વૈવિધ્યીકરણ: નાગરિકોને રાહત આપવાની સરકારની પ્રતિબદ્ધતા

ગાંધીનગર: ભારતીય રસોડામાં હવે અમેરિકન ગેસનો ધુમાડો જોવા મળશે! દેશની જાહેર ક્ષેત્રની ત્રણ મોટી તેલ કંપનીઓએ અમેરિકાથી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ની આયાત માટે એક વર્ષના મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ ડીલ અંતર્ગત વાર્ષિક આશરે 2.2 મિલિયન ટન (22 લાખ ટન) LPG યુએસ ગલ્ફ કોસ્ટથી ભારતમાં આવશે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી શ્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે સરકાર નાગરિકોને LPGનો સુરક્ષિત અને સસ્તો પુરવઠો પૂરો પાડવા માટે તેના સોર્સિંગમાં વૈવિધ્યીકરણ કરી રહી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓની ટીમે અમેરિકાની મુલાકાત લીધી હતી અને મુખ્ય યુએસ ઉત્પાદકો સાથે ચર્ચા કરીને આ કરારને આખરી ઓપ આપ્યો હતો.

મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં, ભારતીય જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ દેશના લોકોને સૌથી નીચા વૈશ્વિક ભાવે LPG પૂરું પાડી રહી છે. ગયા વર્ષે જ્યારે વૈશ્વિક ભાવમાં 60 ટકાથી વધુનો ઉછાળો આવ્યો, ત્યારે પણ પ્રધાનમંત્રી મોદીએ સુનિશ્ચિત કર્યું કે ઉજ્જવલા ગ્રાહકોને સિલિન્ડર માત્ર ₹500 થી ₹550 માં મળતા રહે, જ્યારે તેની વાસ્તવિક કિંમત ₹1,100 થી વધુ હતી. સરકારે દેશની મહિલાઓ પર વધારાના બોજનો ભાર ન આવે તે માટે ગયા વર્ષે ₹40 હજાર કરોડથી વધુનો ખર્ચ ઉઠાવ્યો હતો, જે નાગરિકોને રાહત આપવાની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 

(9:27 PM IST)