<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 17th November 2025

પીએમ મોદી આજે છઠ્ઠું રામનાથ ગોએન્‍કા વ્‍યાખ્‍યાન આપશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં સાંજે ૬ વાગ્યે છઠ્ઠું રામનાથ ગોઍન્કા વ્યાખ્યાન આપશે. ઍક્સપ્રેસ ગ્રૂપ દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત વ્યાખ્યાન શ્રેણી, તેના સ્થાપક રામનાથ ગોઍન્કાની સ્મૃતિમાં યોજાય છે. ઍક્સપ્રેસ ગ્રૂપના ચેરમેન વિવેક ગોઍન્કાઍ જણાવ્યું કે, ‘આ વ્યાખ્યાન માત્ર ઍક સમારોહ નથી, પરંતુ સત્ય, જવાબદારી અને વિચારોની શક્તિના મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતા છે.’ તેમણે ઉમેયુ* કે વડાપ્રધાનની હાજરી રાજ્ય અને સ્વતંત્ર પ્રેસ વચ્ચેના સંવાદનું મહત્વ દર્શાવે છે, જે ઍક આત્મવિશ્વાસુ રાષ્ટ્રના ધબકારા સમાન છે. આ વ્યાખ્યાન શ્રેણીમાં અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજન અને બિલ ગેટ્સ જેવી હસ્તીઅો વક્તવ્ય આપી ચૂકી છે.

(3:54 PM IST)