News of Monday, 17th November 2025
જમ્મુ અને પુના ખાતે દુર્ધટનાના મૃતકોને પૂ. મોરારીબાપુની શ્રધ્ધાંજલી : પરિવારજનોને સહાય
પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૧,૩૫,૦૦૦ન ની સહાયતા રાશિ અર્પણ કરી જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે

રાજકોટ તા.૧૭ : જમ્મુમાં નૌગાંવ પોલિસ સ્ટેશન ખાતે બ્લાસ્ટ થયો હતો જેમાં ૯ લોકોનાં કરુણ મોત નિપજયા છે. શ્રીનગરના નૌગાંવ પોલિસ સ્ટેશન ખાતે રાસાયણિક પદાર્થો ને ઝડપવામાં આવ્યા હતા અને તે પદાર્થની તપાસ કરવાની હતી. તે દરમિયાન બ્લાસ્ટ થયો હતો જેમાં ૯ પોલીસ કર્મચારીઓ માર્યા ગયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. પૂ. મોરારીબાપુએ આ ઘટનામાં માર્યા ગયેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા પંદર હજાર લેખે ૧,૩૫,૦૦૦ન ની સહાયતા રાશિ અર્પણ કરી છે જે મુખ્ય પ્રધાન રાહત ફંડ માં પહોંચાડવામાં આવશે.
બીજી તરફ પૂના ખાતે પૂના-બેંગલોર હાઈવે પર એક સાથે ૨૫ વાહનો અથડાયા હતા જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા. પૂજ્ય મોરારીબાપુએ આ સૌને પણ શ્રધ્ધાંજલિ પાઠવી છે અને તેમના પરિવારજનોને રુપિયા ૧,૨૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. પૂ. મોરારીબાપુએ સૌના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.તેમ જયદેવ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવાયું છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
