તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 17th November 2025
એક એપ્લિકેશન હોવા છતાં આધાર માટે સરકારે બીજી એપ લોન્ચ કરી
હવે હોટેલ ચેક-ઇન, બેન્ક-સર્વિસ કે સિમ-કાર્ડ જેવી સર્વિસ માટે આધાર-વેરિફિકેશન સીધું મોબાઇલથી થશે : નવી એપ લોન્ચ કરીને UIDAIએ લોકોને મોબાઇલમાં ઈ-આધાર પૂરું પાડ્યું છે

નવી દિલ્હી તા.૧૭: આધારને લગતી સર્વિસિસ મોબાઇલ પર પૂરી પાડવા માટે અગાઉથી mAadhaar એપ્લિકેશન છે જ, પણ નવી એપ લોન્ચ કરીને UIDAIએ લોકોને મોબાઇલમાં ઈ-આધાર પૂરું પાડ્યું છે. એને લીધે હવે હોટેલ ચેક-ઇન, બેન્ક-સર્વિસ કે સિમ-કાર્ડ જેવી સર્વિસ માટે આધાર-વેરિફિકેશન સીધું મોબાઇલથી થશે
યુનિક આઇડેન્ટિફિકેશન ઑથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ તાજેતરમાં નવી આધાર એપ્લિકેશન લોન્ચ કરી છે. આ ઍપથી લોકોને સ્માર્ટફોન પર તેમના ડિજિટલ આધાર કાર્ડ રાખવા માટે સુરક્ષિત અને પેપરલેસ સર્વિસ મળશે. જોકે ઘણા લોકો એ બાબતે કન્ફયુઝ્ડ છે કે UIDAI અગાઉથી એક એપ્લિકેશન mAadhaar ઉપલબ્ધ છે તો આ બીજી એપની જરૂર શું હતી? અને હવે બન્ને એપ છે તો બન્ને વચ્ચે ફરક શો? બન્ને વાપરવાની જરૂર છે કે કોઈ પણ એકથી કામ ચાલી જશે? જોકે હકીકત એ છે કે આ બન્ને એપ અલગ-અલગ કામ માટે અલગ-અલગ હેતુથી બનાવવામાં આવી છે. UIDAI ની આ બન્ને એપ પ્લેસ્ટોર અને ઍપસ્ટોર પર ડાઉનલોડ કરવા માટે અવેલેબલ છે.
નવી આધાર એપ્લિકેશન ફિઝિકલ આધાર કાર્ડ રિપ્લેસમેન્ટ તરીકે લોન્ચ કરવામાં આવી છે. આ એપ મોબાઇલમાં હોવાથી એક રીતે તમારો E-AADHAAR હંમેશાં તમારી સાથે રહેશે. એક એપ્લિકેશનમાં ચાર ફેમિલી-મેમ્બરનાં ઈ-આધાર રહી શકશે. એટલે હોટેલ ચેક-ઇન, બેન્ક-વેરિફિકેશનથી લઈને સિમ-એક્ટિવેશન સુધીનાં વેરિફિકેશન્સ માટે ફિઝિકલ આધાર કાર્ડ કે ઝેરોક્સની જરૂર નહીં પડે. આ એપ્લિકેશનથી આધારનું ઑથેન્ટિફિકેશન થઈ જશે.
જ્યારે અગાઉથી એક્ટિવ mAadhaar એપ્લિકેશન તો આધાર કાર્ડને લગતી સર્વિસિસ મોબાઇલ પર પૂરી પાડવા માટે છે. ઈ-આધાર ડાઉનલોડ કરવા, વર્ચ્યુઅલ ID (VID) જનરેટ કરવા કે આધાર કાર્ડનું PDF વર્ઝન મેળવવા સહિતની સર્વિસિસ આ એપ્લિકેશનના માધ્યમથી યુઝર્સ મેળવી શકશે.(૩૮.૧૩)
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
