તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 13th November 2025
દિલ્હી બ્લાસ્ટઃ આતંકી ડો. ઉમરની નવી તસવીર સામે આવી
તુર્કમાન ગેટ પાસેની એક મસ્જિદમાં જોવા મળેલ

નવી દિલ્હીઃ તા.૧૩: ગત ૧૦ નવેમ્બરની સાંજે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે ચાલતી કારમાં આતંકવાદી બોમ્બ વિસ્ફોટ થયો હતો. અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે અને ૨૪થી વધુ લોકો ઘાયલ થયા છે. આ કાર આતંકવાદી ડો. ઉમર ચલાવી રહ્યો હતો, જેનું પણ આ વિસ્ફોટમાં મોત થયું હતું. વિસ્ફોટ પહેલા ઉમર ઘણા કલાકો સુધી લાલ કિલ્લાના ર્પાકિંગમાં ઉભો રહ્યો હતો. પાકિર્ંગ લોટના ગેટ પરના સીસીટીવી કેમેરામાં માસ્ક પહેરેલા ઉમરનો ફોટો કેદ થયો હતો. હવે, ઉમરનો નવો ફોટો સામે આવ્યો છે.
દિલ્હી કાર બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ ડો. ઉમર વિસ્ફોટ પહેલા તુર્કમાન ગેટ પાસેની એક મસ્જિદમાં જોવા મળ્યો હતો. ડો. ઉમરે સુનહેરી મસ્જિદ ર્પાકિંગમાં પોતાની કાર પાર્ક કરી અને કમલા માર્કેટ મસ્જિદમાં ગયો. એવું જાણવા મળ્યું હતું કે ઉમર ૧૦ મિનિટ ત્યાં રોકાયો હતો.
દિલ્હી પોલીસે પણ CCTV ફૂટેજમાં દેખાતી તસવીરની પુષ્ટિ કરી છે. આરોપી ઉમર ઉન નબી, લાલ કિલ્લા પાસેની તુર્કમાન ગેટ મસ્જિદમાં હતો. ૧૦ નવેમ્બરના રોજ લાલ કિલ્લા પાસે ટ્રાફિકમાં એક i20 કાર ચાલી રહી હતી. મોડી સાંજે એક વિસ્ફોટ થયો. વિસ્ફોટમાં ૧૨ લોકો માર્યા ગયા છે, અને ૨૪થી વધુ ઘાયલ થયા છે. ગળહ મંત્રાલયે કેસની તપાસ NIAને સોંપી દીધી છે.માહિતી અનુસાર, પોલીસે આરોપીઓ, ઉમર અને મુઝમ્મિલની ડાયરીઓ કબજે કરી છે. તેમાં ૮ નવેમ્બરથી ૧૨ નવેમ્બર સુધીની તારીખો લખેલી મળી આવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ડાયરીઓમાં ફરિદાબાદ અને જમ્મુ અને કાશ્મીરના રહેવાસી આશરે ૨૫ લોકોના નામ હતા. પોલીસ અને તપાસ એજન્સીઓ આ નામોની ઓળખ કરવા માટે કામ કરી રહી છે.
(3:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
