News of Sunday, 9th November 2025
ક્રિકેટ ચાહકો માટે ખુશખબર: એશિયા કપનો વિવાદ ઉકેલાયો, ટ્રોફી ટીમ ઈન્ડિયાને મળશે
BCCI-PCB વચ્ચે ICCની મધ્યસ્થીથી સમાધાન: જો પાકિસ્તાનીઓ ફરી આડા ન ફાટે તો એશિયા કપની ટ્રોફી ભારતને ટુંક સમયમાં સોંપવામાં આવશે

નવી દિલ્હી તરફથી ભારતીય ક્રિકેટ ચાહકો અને ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ ૨૦૨૫ની ટ્રોફી અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વચ્ચે ચાલી રહેલો મડાગાંઠ આખરે ઉકેલાઈ ગયો છે. દુબઈમાં ICC બોર્ડની બેઠક દરમિયાન, ICC અધિકારીઓની મધ્યસ્થીથી બંને બોર્ડના અધિકારીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ અને સકારાત્મક ચર્ચા થઈ હતી, જેના પરિણામે આ વિવાદનો અંત આવ્યો છે.
ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. ICCના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં સૈકિયા અને PCBના ચેરમેન મોહસીન નકવી વચ્ચે એક અલગ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈકિયાએ જણાવ્યું હતું કે આ વાતચીત પ્રક્રિયા ફરી શરૂ કરવા તરફનું રચનાત્મક પગલું હતું અને હવે બંને પક્ષો આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા તૈયાર છે. ICCના ઉપપ્રમુખ ઇમરાન ખ્વાજા અને સીઈઓ સંજોગ ગુપ્તાએ આ સમાધાન માટે સકારાત્મક વાતાવરણ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
આ વિવાદ ૨૮ સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાયેલી ફાઇનલ બાદ સર્જાયો હતો. ભારતે પાકિસ્તાનને હરાવીને ટ્રોફી જીતી હતી, પરંતુ PCB ચીફ મોહસીન નકવીના ભારત વિરોધી નિવેદનને કારણે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેમની પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. પરિણામે, નકવી ટ્રોફી પોતાની સાથે લઈ ગયા હતા અને ત્યારથી તે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની ઓફિસમાં લોક હતી.
સૈકિયા અને નકવી વચ્ચેની આ મુલાકાતને સકારાત્મક પગલું માનવામાં આવે છે, અને હવે એવા મજબૂત સંકેતો મળી રહ્યા છે કે ACC ચીફ મોહસીન નકવીના સ્પષ્ટ આદેશથી દુબઈમાં લોક કરાયેલી એશિયા કપ ટ્રોફી ટૂંક સમયમાં ભારતીય ટીમને સન્માનપૂર્વક સોંપવામાં આવશે.
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
