<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th October 2025

હોસ્‍પિટલની દીવાલ કૂદી યુરિનની થેલી હાથમાં લઈને દરદી દારૂની દુકાને જઈ પહોંચ્‍યો

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા

શાહજહાંપુર તા.૨૯: ઉત્તર પ્રદેશના શાહજહાંપુરની એક ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે. દારૂની લત માણસ પાસે કેવું-કેવું કરાવે છે એ જાણીને નવાઈ લાગે એવું છે. શાહજહાંપુર સ્‍ટેટ મેડિકલ કોલેજમાં ભરતી થયેલો એક દરદી તેના પરિવારજનો અને હોસ્‍પિટલના સ્‍ટાફની નજર ચૂકવીને હોસ્‍પિટલમાંથી બહાર ભાગી ગયો હતો અને નજીકમાં જ આવેલી દારૂની દુકાને જઈ પહોંચ્‍યો હતો. નવાઈની વાત એ હતી કે દરદીને ઊઠવાની મનાઈ હોવાથી યુરિનની કેથેટર લગાવી હતી. એમ છતાં ભાઈસાહેબ પોતાની યુરિનની થેલી જાતે ઉપાડીને હોસ્‍પિટલની બહાર આવી પહોંચ્‍યા હતા અને દારૂ પીને પાછા વોર્ડમાં જતા રહ્યા હતા.

વિપિન નામનો દરદી એક્‍સિડન્‍ટમાં ઘાયલ થયો હતો. તેને હોસ્‍પિટલમાં ત્રીજા માળના વોર્ડમાં દાખલ કરવામાં આવેલો. આ ભાઈ ઘાયલ થયા પછી પણ દારૂની તલબ રોકી શક્‍યા નહોતા. વિપિનની માનું કહેવું છે કે દીકરાનું મગજ બરાબર કામ નથી કરતું. હોસ્‍પિટલની પાસેની દારૂની દુકાન પાસે પેશાબની થેલી લઈને ફરતા વિપિનનો વિડિયો બહાર આવતાં હોસ્‍પિટલના પ્રશાસન પર સવાલ ખડો થયો છે.

(9:57 AM IST)